________________
: ૨૪૬
આત્મતત્વવિચાર
કેવી શક્તિઓ રહેલી છે? વિગેરે વિષે કંઈ પણ જાણતા નથી, તેમનું જ્ઞાન વિષય પ્રતિભાસ કે પોપટિયું છે.
જેમાં વસ્તુના હય અને ઉપાદેય અંશેનું જ્ઞાન હોય પણ તથાવિધ નિવૃત્તિ કે પ્રવૃત્તિ ન હોય તે આત્મપરિણતિમતું જ્ઞાન કહેવાય. દાખલા તરીકે પંડિત પુરુષે જાણે છે કે વિધ્ય અને કષાય છેડવા યોગ્ય છે, કારણ કે તેથી આત્માની અસદગતિ થાય છે, પણ તેઓ એ જાતની નિવૃત્તિ કે પ્રવૃત્તિ યથાર્થ પણે કરી શકતા નથી, એટલે તેમનું એ જ્ઞાન આત્મ
પરિણતિમત્ છે. છે. જેમ કે, શ્રેણિક મહારાજા સમ્યગદષ્ટિ હતા, એટલે આશ્રવ અને બંધ છોડવા યોગ્ય છે તથા સંવર અને નિર્જ રા આદરવા યોગ્ય છે, એમ જાણતા હતા, પણ તથાવિધ નિવૃત્તિ કે પ્રવૃત્તિ કરી શકતા ન હતા. કેટલાક માણસને સમ્યજ્ઞાન પણ હેતું નથી અને સમ્યગ શ્રદ્ધા પણ હોતી નથી. ખાલી વાતે કરવામાં હોંશિયાર હોય છે. આવી વ્યક્તિના વ્યવહા૨માં આવા જ્ઞાનને પિથીનાં રીંગણાં જેવું કહેવામાં આવે છે. કેટલાંકને પિોથીમાંનાં રીંગણાં શું? એની ખબર નહિ હાય, એટલે ખુલાસે કરીશું.
એક શાસ્ત્રીજી કથા કરી રહ્યા હતા. તેમાં અભક્ષ્યને વિષય આવ્યા અને રીંગણાની વાત નીકળી. શાસ્ત્રીજીએ અનેક દાખલા-દલીલથી પુરવાર કરી દીધું કે રીંગણાં અભક્ષ્ય છે, તેથી તે ન જ ખવાય.