________________
આત્મજ્ઞાન કયારે થાય છે
૨૪૫
જેઓ વિદ્યાના મદમાં આવી મહાપુરુષોના ઉપદેશને ખોટો ઠરાવવા મથે છે અથવા તેની હાંસી-મજાક ઉડાવવા પ્રયત્ન કરે છે, તેઓનું ભવભ્રમણ અનેકગણું વધી જવાનું અને તેઓ વિવિધ પ્રકારની ભયંકર યાતનાઓના ભોગ થવાના, માટે ભૂલેચૂકે આવાઓના પડછાયામાં જવું નહિ કે તેમની વાત માનવી નહિ.
સાચું જ્ઞાન કેને કહેવું ? તે પણ બરાબર સમજી લેવું જોઈએ. શાસ્ત્રકારોએ સાચા જ્ઞાનને ખ્યાલ આપવા માટે ત્રણ પ્રકારનું જ્ઞાન કહ્યું છે, તે અહીં વિચારવા છે. પહેલું વિષય પ્રતિભાસ, બીજું આત્મપરિણતિમતું અને ત્રીજું તત્વસંવેદન
જેમાં વિષયને નામ માત્રથી બંધ હોય પણ તેના હેય ઉપાદેય અંશેનું જ્ઞાન ન હોય તે વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કહેવાય. દાખલા તરીકે બાળક એમ જાણે છે કે આ ઝેર કહેવાય, આ માટે કહેવાય, આ રત્ન કહેવાય, પણ ઝેર શા માટે ત્યાજ્ય છે? કાંટે શા માટે પરિહાર્ય છે? અને રત્ન શા માટે ગ્રહણીય છે, તે એ જાણતું નથી. અથવા પોપટ કાઈનાં શીખવવાથી મેઢે “રામ, રામ” એવા શબ્દો બેલે છે, પણ રામ કેણ હતા? અને તેમનું નામ શા માટે બોલવું? તે વિષે કંઈ પણ જાણતો નથી. વ્યવહારમાં આવા જ્ઞાનને પિટિયું જ્ઞાન કહેવામાં આવે છે.
આ રીતે જે મનુષ્ય મોઢેથી “આત્મા છે, આત્મા છે? એવું બોલે છે, પણ તે કેવો છે? કયાં રહે છે? તેનામાં