________________
આત્મતત્વવિચાર
શ્રદ્ધાહીન શુષ્ક તર્કવાદી પંડિતને દુજેન સમજવા, કારણ કે તેઓ ખોટા તર્ક કરીને ભૂંડા હાલે મરે છે અને સાથે બીજા અનેકનું બગાડતા જાય છે.
એક તર્કવાદી પંડિત હતા. તે દરેક વાતમાં તર્ક કર્યા કર અને કોઈની વાત માને નહિ. એક વાર તે ચાલ્યા આવતે હતા ત્યારે સામેથી હાથી આવ્યો. ઉપર મહાવત બેઠેલ હતો, પણ હાથી મસ્તીએ ચડેલે હોવાથી તેના કાબૂમાં રહેતું ન હતું. આથી મહાવતે બૂમ મારી કે “અલ્યા ભાઈ! દૂર ભાગ, નહિ તે આ હાથી તેને મારી નાખશે.”
આ તે પંડિત, એ કંઈ એક અભણ મહાવતની વાત એમ ને એમ ડી જ માની લે? તેણે પિતાની ટેવ પ્રમાણે તર્ક કરીને કહ્યું કે “અલ્યા મહાવત ! આ હાથી અડીને મારશે કે અડ્યા વિના મારશે ? જે તે હાથી અડીને મારતે હોય તે તું અડીને રહ્યો છે, છતાં કેમ મરી ગયે નથી? અને આ હાથી અડ્યા વિના મારતે હોય તે હું ગમે તેટલે દૂર ભાગું તે યે શુ? માટે તારું કહેવું નિરર્થક છે.”
એ તર્કવાદી રસ્તામાંથી દૂર હઠ નહિ. એવામાં હાથી આવી પહોંચે અને તેણે એ તર્કવાદીને સુંઢથી પકડી પિતાના પગ નીચે દબાવી જેતજોતામાં મારી નાખે છે આ તક વાદીએ અનુભવી મહાવતનું કહેવું માન્યું હોત તે તેને હાલ કદાપિ આવા થાત નહિ માટે અનુભવીઓનું માનવું અને બીનજરૂરી ખાટા તર્ક કરવા નહિ.