SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન કયારે થાય? દેવ, ગુરુ અને ધમ પર પાકી શ્રદ્ધા છે-તે જ સાચુ' આત્મ જ્ઞાન પામી શકે છે અને માકીના બધા રખડી જાય છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે श्रद्धावांलभते ज्ञानं, तत्परः संयतेन्द्रियः । ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥ ૨૪૩ · શ્રદ્ધાવાન, જ્ઞાન મેળવે છે અને જ્ઞાની જીતેન્દ્રિય અને છે અને તે (આત્મ) જ્ઞાન મેળવીને તરત. પશ્મ શાંતિ પામે છે.’ अज्ञश्वाश्रद्दधानश्च संशयात्मा विनश्यति । नायं लोकोऽस्ति न परों न सुखं संशयात्मनः ॥ " પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાના સંશયમાં રહી નાશ પામે છે. સશયમય રહેલાને આ લાક નથી, પરલેાક નથી અને સુખ પણ નથી. ' > માણસ વિદ્વાન હોય, પ'ડિતની પ્રસિદ્ધિ પામ્યા હોય અને રાજદરબારમાં તેનાં વખાણ થતાં હોય કે તેની કૃતિએાને ઇનામ મળતાં હોય, પણ હૃદયમાં શ્રદ્ધાના છાંટા ન હોય તા એ બધુ ચે ધૂળ છે. એ વિદ્વતા, એ પડિતાઇ, એ ાજદરબારનાં સન્માન કે ઇનામા તેને ભવભ્રમણમાંથી બચાવી શકવાનાં નથી. નીતિકારાએ કહ્યુ છે કે , दुर्जनः परिहर्तव्यो विद्ययालंकृतोऽपि सन् । मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः || વિદ્યાથી વિભૂષિત હાય તા પણ દુર્જનને છેાડવા. સાપ મણિથી વિભૂષિત હોય તે પણ શું તે ભય'કર હાતા નથી?'
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy