________________
આત્મજ્ઞાન કયારે થાય ?
૨૪૧
મુખડે પોતાના ઘરે પાછા ફર્યા. તાત્પર્ય કે હજારો કોને સાર થોડા શબ્દોમાં સમાઈ શકે છે.
આવા સારભૂત વચને સાંભળવા મળે તેને પણ પ્રબળ પુણ્યોદય સમજ. શાસ્ત્રકાર ભગવંતએ મનુષ્યની જેમ શાસ્ત્રશ્રવણના વેગને પણ દુર્લભ જ કહ્યો છે. જે તમને આ વચન પર રુચિ થાય, શ્રદ્ધા થાય, અનુરાગ થાય તે સમજજો કે તમે અ૯પસંસારી છે, તમારાં ભવભ્રમણની મર્યાદા બંધાઈ ગઈ છે. અલ્પસંસારી આત્માનું વર્ણન પ્રથમ વ્યાખ્યાનમાં જ કરેલું છે, તે તમને યાદ હશે. તેમાં જિનવાળે yત્તા એ શબ્દ પ્રથમ આવે છે.
મિથ્યાત્વને મહારોગ. તમને પૈસાની વાતમાં રસ આવે, સ્ત્રીની વાતમાં રસ આવે, નાટક-સીનેમાની વાતમાં રસ આવે, ક્રિકેટ અને કુટબોલની મેચ રમાતી હોય તેના સમાચાર સાંભળવામાં રસ આવે અને ગામગપાટા કે કેઈની કુથલી ચાલતી હોય તે સાંભળવામાં રસ આવે, પરંતુ સર્વજ્ઞ ભગવંતનાં વચને કે જેને જેટ આ જગતમાં નથી, જે પીયૂષરસથી પૂર્ણ છે અને જેનામાં આત્માનું કલ્યાણ કરવાની શક્તિ ભારોભાર ભરેલી છે, તે સાંભળવામાં રસ ન આવે, રુચિ ન જાગે તે સમજજે કે સ્થિતિ ગંભીર છે. આત્માને લાગેલે મિથ્યાત્વનો મહારોગ ટળે નથી. - મિથ્યાત્વ–મહારોગનાં પરિણામો કેવાં ભયંકર છે, તે તમારા ધ્યાન બહાર તે નહિ જ હોય. આત્મા મિથ્યાત્વના