________________
આત્મજ્ઞાન કયારે થાય છે
૨૩૫ જે માતપિતા તરીકે તમારા બાળકોનું કલ્યાણ ઈચ્છતા છે તે પણ નાનપણથી જ તેમને ત્યાગી ગુરુ મહારાજને સંગ કરા, ગુરુ મહારાજનાં પડખાં સેવવા દે, તેઓ એમને જે જ્ઞાન આપશે જે સંસ્કાર આપશે તે આ ભાડુતી શિક્ષકે આપી નહિ શકે. છોકરાઓને પ્રથમ રખડવા દેવા અને પછી બૂમ મારવી કે છોકરો રખડેલ થઈ ગયે.” “કોઈનું માનતે નથી.” “હાથથી ગો” એથી શે દહાડો વળે? ડાહ્યા માણસે જે કંઈ કરવું તે પ્રથમથી જ સમજી-વિચારીને કરવું.
તમને ભીતિ છે કે બાળકને જે ત્યાગી ગુરુ મહારાજનો સંગ કરાવીશુ, તેમની પાસે વધારે જવા દઈશું તે તે વૈરાગી. ત્યાગી બની જશે અને આપણાં કામને નહિ રહે, પણ દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યભવ પામીને તે અજ્ઞાનમાં સબડે, અનાચારનું સેવન કરે અને પરિગ્રહમાં મૂછિત બની દુર્ગતિને ભાગી થાય, એની કોઈ ફિકર નથી ને? વૈરાગ્ય અને ત્યાગ સારી વસ્તુ છે કે ખરાબ? એને પ્રથમ તમારા દિલમાં બરાબર નિર્ણય કરો. તમે વૈરાગ્ય અને ત્યાગને ખરાબ માનતા હે અને સંસારસુખને જ સાચું સુખ માનતા છે તે તમારાં બાળકને ત્યાગી ગુરુ મહારાજથી દૂર રાખે એ સમજી શકાય એવું છે, પણ તમે વૈરાગ્ય અને ત્યાગને ઉત્તમ માને, તેની વારંવાર અનુમોદના કરો અને તમારાં બાળકોને ત્યાગી ગુરુ મહારાજથી દૂર રાખવાનો વિચાર કરો, એ કઈ રીતે સંગત ગણાય? જેમ હસવું અને લેટ ફાક એ સંગત નથી, તેમ વૈરાગ્ય-ત્યાગને ઉત્તમ માનવા અને બાળકોને તેનાથી દૂર રાખવા એ સંગત નથી,