________________
આત્મજ્ઞાન કયારે થાય ?
૨૩૩
મળ્યા અને તેમણે તેમની શકાઓનું નિરાકરણ કર્યુ, ત્યારે જ તેએ સાચુ' આત્મજ્ઞાન પામી શકયા.
ગુરુ એ દીવા છે.
ગુરુ એ દીવા છે. તે તમારા હૃદયમાં રહેલા મિથ્યાત્વરૂપ અ ંધકારને દૂર કરી શકે છે અને તમારે જે માગે જવા જેવું હાય તેનું સત્ય દન કરાવી શકે છે. વળી એ માર્ગ વિકટ હાય, વિધ્નાથી ભરેલા હાય તા તેઓ ભેમિયાનુ' કામ પણ કરે છે અને તમને સહીસલામત પાર ઉતારી દે છે. જેમ પારસમણિના સ્પર્શથી લેાતુ સુવણુ ખની જાય છે, તેમ સદ્ ગુરુના સંગથી ગમે તેવા નાસ્તિક મનુષ્ય પણ આસ્તિક મની જાય છે અને સ'સાર પરથી વૈરાગ્ય પામી સયમના માગે વળે છે.
રાહણિયાના પિતા પાકા ચાર હતા. તેણે પેાતાના પુત્રને આદેશ આપ્યા કે ‘તું બધું જ કરજે પણ મહાવીરની પાસે જઈશ નહિ અને કદાચ જવાના પ્રસગ આવે તા તેના ઉપદેશ કાને ધરીશ નહિ. ' રાણિયાના આપ મહાવીરની તાકાત જાણતા હતા. તેને ખખર હતી કે જો રાણિયા તેમની પાસે જશે અને તેમના ઉપદેશ સાંભળશે તે આ ચારીના ધધા છેડી રેશે, એટલુ જ નહિ પણ તે સ’સારના ત્યાગ કરી સાધુ થઈ જશે.
* ગધરવાદમાં આ હકીકત સવિસ્તર જણાવેલી છે, તેનુ વ્યાખ્યાન પર્યુષણુ પર્વના છઠ્ઠા દિવસે થાય છે.