________________
૨૩૨
- આત્મતત્વવિચાર આત્મજ્ઞાન માત્ર પુસ્તકથી મળી શકે નહિ.
કેટલાક કહે છે કે “આત્મજ્ઞાન લેવું હોય તે ગુરુ પાસે જવાની શી જરૂર છે ? ઘરે બેઠા આત્માને લગતા પુસ્તકો વાંચીશુ તે પણ આત્મજ્ઞાન થઈ જશે.” પરંતુ આ મોટી ભૂલ છે. માત્ર પુસ્તક વાંચીને મેળવેલું જ્ઞાન અધુરું હોય છે, અપૂર્ણ હોય છે અને શાસ્ત્રકારના શબ્દોમાં કહીએ તે જાર પુરુષથી ઉત્પન્ન થયેલા પુત્રની જેમ શોભાને ધારણ કરી શકતું નથી. પુસ્તકો વાંચીને પોતાની મેળે આત્મજ્ઞાની કેટલા થયા? આનો અર્થ કોઈ એમ ન સમજે કે અમે પુસ્તકો વાંચવાનો નિષેધ કરીએ છીએ કે વિરોધ કરીએ છીએ. સારા પુસ્તકોનું વાંચન સ્વાધ્યાયરૂપ છે અને તે કર્મનિજેરાનું કારણ છે, પણ માત્ર પુસ્તક વાંચવાથી જ આત્મજ્ઞાન મળી જાય એમ માનવું ભૂલભરેલું છે.
પુસ્તકોમાં અમુક હકીકત અમુક સ્વરૂપે લખેલી હોય તે પિતાની મેળે યથાર્થ પણે સમજાય નહિ. વળી એ હકીકતે વાંચતાં મનમાં અનેકવિધ શંકાઓ ઉઠે, તેનું સમાધાન પણ થાય નહિ. તેથી જ અમે કહીએ છીએ કે સાચું જ્ઞાન સદ્દગુરુ જ આપી શકે. શ્રી ઇંદ્રભૂતિ ગૌતમ આદિ અગિયાર બ્રાહ્મણ વિદ્વાનેએ ઘણાં પુસ્તકો વાંચ્યાં હતાં અને તેમાંની દરેક બાબત પર વાદવિવાદ કરવાને પણ તેઓ સમર્થ હતા, પરંતુ તેમના મનમાં કેટલીક શંકાઓ કરાઈ પેઠી હતી, તેનું સમાધાન કેમે ય થતું ન હતું, એટલે તેઓ આત્મજ્ઞાનથી વંચિત રહ્યા હતા. જ્યારે તેમને મહાવીર પ્રભુ જેવા સદ્દગુરુ