________________
આત્મજ્ઞાન કયારે થાય ?
સદગુરુ કેવા હોય? સદગુરુ કેવા હોય ? તેને જવાબ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં આવે છે.
महाव्रतधरा धीरा, भैक्ष्यमात्रोपजीविवनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मता: ॥
મત્રતધર એટલે જેઓ મહાવ્રતને-પાંચ મહાવ્રતને ધારણ કરનારા હોય, ધી એટલે જે ધીર હોય, સહનશીલ હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરનારા હોય, મિક્ષ્યમાત્રોનવિન એટલે તેઓ માત્ર ભિક્ષા ઉપર નભનારા હેય પણ રડા ચલાવનારા ન હોય કે જાતે રસેઈ કરીને ખાનારા ન હોય, સામાચિવસ્થા એટલે જેઓ સામાયિકમાં રહેનારા હોય, સમભાવને ધારણ કરનારા હોય, એક પ્રત્યે રાગ અને બીજા પ્રત્યે દ્વેષ કરનારા ન હોય. અને રાજા એટલે ધર્મનો ઉપદેશ કરનારા હોય, શ્રી સર્વજ્ઞ ભગવંતેએ પ્રાણી માત્રનાં હિતને માટે જે દયામય-દાનમય ધર્મ બતાવ્યો છે, તેની પ્રરૂપણા કરનારા હોય તે જિનશાસનમાં ગુરુઓ મનાયેલા છે.
આવા ગુરુઓને શાસ્ત્રકારોએ ગાય જેવા, મિત્ર જેવા, બંધુ જેવા, પિતા જેવા, માતા જેવા અને કલ્પવૃક્ષ જેવા કહ્યા છે. તે જ તમને સાચું આત્મજ્ઞાન આપી શકે અને આ સંસારમાંથી તમારો ઉદ્ધાર કરી શકે.