________________
આત્મતત્વવિચાર
(વાંઝણ) છે. તે જરા પણ દૂધ આપશે નહિ.”
આ સાંભળીને પેલે ભોળ મનુષ્ય વિચારમાં પડી ગયે. હવે શું કરવું? તે ડીવારે બોલ્યા કે “વાત જો એમ હોય તે આ ગાય આપણે બીજાને વેચી દઈશું.' સ્ત્રીએ કહ્યું: “પણ તમારા જેવાં હૈયાકુટા બીજા કોણ હશે કે જે ગાયને આ રીતે વગર તપાયે લેશે? એટલે આટલેથી જ સયું.'
તાત્પર્ય કે એ ગાય પેલાને માથે પડી અને બધા પૈસાનું પાણ થયું. - આ શાસ્ત્રીય દષ્ટાંત છે અને શાસ્ત્રીય દષ્ટાંત ઘણા ધાર્મિક હોય છે. જુદા જુદા રંગની ગાયો તે જુદા જુદા વેશવાળા ગુરુએ સમજવા. તેમાં પાતળાપણું, મધ્યમપણું અને રુછપુષ્ટ પણું ત્યાગ અને તપશ્ચર્યા અંગે સમજવું. જે ગુરુ આત્માની ઉન્નતિ કરવા માટે ત્યાગના માર્ગે સંચરે છે અને વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે, તે શરીરે દુબળા-પાતળા હોય છે, જે ગુરુએ ઉત્સાહથી ત્યાગમાર્ગને સ્વીકાર કરે છે. પણ તપશ્ચર્યાદિ વિશેષ પ્રમાણમાં કરી શકતા નથી તે મધ્યમ શરીરવાળા હોય છે અને જેઓ સાધુપણું લીધા પછી ત્યાગ વૈરાગ્યને ભૂલી જઈ મનગમતા માલમલીદા ઉડાવે છે, તે શરીરે રુષ્ટપુષ્ટ હોય છે એવાઓ બાહ્ય આડંબર ઘણે એ પણ ધર્મ રૂપી કૂધ આપી શકતા નથી તેવા ગુરુઓ ગળામાં ઘંટવાળી સુંદર ગાય જેવા સમજવા, આવા ગુરુઓની સમીપે જવાથી, તેમનું શરણ સ્વીકારથી આત્મજ્ઞાન રૂપી દૂધ મળી શકતું નથી.