________________
૨૨૮
આત્મતત્ત્વવિચાર
કાપડિયા પાસે જાઓ છે અને ઘરેણાં લેવાં હોય તેા સેાની કે ઝવેરી પાસે જામે છે, તેમ આત્મજ્ઞાન લેવુ. હાય તા સદ્ગુરુ પાસે જવું જોઇએ. આત્મજ્ઞાનના વેપારી-આત્મજ્ઞાનના પ્રકાશ કરનારા, આત્મજ્ઞાનને આપનાર સદ્ગુરુ છે. એ માલ તેમના સિવાય ખીજા કાઈ પાસેથી મળી શકશે નહિ. તમે કાછિયાની દુકાને જઇને કાપડના તાકા માગેા કે દાણાવાળાની દુકાને જઈ હીરાના હાર માગે તા કયાંથી મળે? જે વસ્તુ જ્યાંથી મળતી હોય, ત્યાં જ મળી શકે. એટલે તમારે એ વસ્તુ લેવા ત્યાં જ જવુ જોઇએ.
સદ્ગુરુ શબ્દના પ્રયોગ કર્યો છે, તે લક્ષમાં રાખજો. ગમે તેવા ગુરુ તમને આત્મજ્ઞાન આપી શકશે નહિ. જો કોઈ કુગુરુના પનારે પડ્યા તા ધનમાલ ધૂતી લેશે અને તમારૂ મગજ ભમાવી દેશે. બહારના ડાળદમામથી જશયે લેાભાશેા નહિ. જો લેાભાયા તા પેલા વાંઝણી ગાયને ખરીદનારના જેવા હાલ થશે.
વાંઝણી ગાયને ખરીદનારનું દૃષ્ટાંત.
એક મનુષ્ય ખૂબ ભાળેા હતા. તે બિમાર પડતાં વૈદ્યોએ એવી સલાહ આપી કે ‘તમારે માત્ર ગાયના દૂધ ઉપર જ રહેવું.' ગાયનું દૂધ હલકું અને પાચક છે તથા ખળ-બુદ્ધિને વધારનારૂ છે.
માત્ર ગાયના દૂધ ઉપર જ રહેવુ' હાય તા રાજનું છસાત શેર દૂધ જોઇએ. તેથી પેલા ભેાળા મનુષ્યે એક ગાય ખરીદી લેવાના વિચાર કર્યાં. તે ઢાર-બજારમાં ગયા અને ગાયાના વિભાગમાં પહોંચ્યા. ત્યાં અનેક જાતની ગાયા