________________
૨૨૬
આત્મતરવવિચાર
AA
જાણવાની અદ્દભુત શક્તિ મળી ગઈ હતી ! એ અદ્ભુત શકિતના કારણે તે બધું અદશ્ય જોવા માંડયો. પિટરને પણ આશ્ચર્ય થયું કે આ બધું શી રીતે જોઈ શકાય છે?”
આવાં જ્ઞાનને આપણે વિર્ભાગજ્ઞાનના પ્રકાર તરીકે વર્ણવી શકીએ. કયા કારણે તે ઉત્પન્ન થયું, તે કદાચ કહી શકીએ નહિ. તેનું કારણ ગમે તે હો, પણ આવા બનાવે પુરવાર કરે છે કે આત્મામાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને જાણવા-જવાની શક્તિ છે, તેથી સર્વજ્ઞતા એ સિદ્ધ વસ્તુ છે. તેમાં કોઈએ કશી શંકા કરવાનું કારણ નથી.
સર્વજ્ઞતાથી જગતને થત મહાન લાભ,
પરમ પુરુષ આવું જ્ઞાન મેળવીને જગતને કલ્યાણને સાચે માર્ગ બતાવે છે. તે સાચા માર્ગને મેળવીને જગતના ક્રોડા જ પિતાનું કલ્યાણ કરે છે અને હંમેશને માટે પરમ સુખી થાય છે. આવા પરમ મહર્ષિઓનું જીવન, જ્ઞાન અને ચર્ચા જગતના તમામ આત્માઓનાં હિતને માટે હોય છે, આવા મહાન પુરુષે દુન્યવી પદાર્થોના પોષણમાં પડતા નથી, પરંતુ સાચો માર્ગ બતાવે છે.
* સર્વજ્ઞતાની સિદ્ધિ કરનારા અનેક ગ્રંથે અને ગ્રંથાધિકાર જૈન શ્રતમાં મેજુદ છે. શ્રી હરિભદ્રસૂરિની સર્વસિદ્ધિ, નંદિસૂત્રની વ્યાખ્યામાં શ્રી મલયગિરિ મહારાજે કરેલું સર્વિસિદ્ધિનું નિરૂપણ, સન્મતિતકની નિવૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ રચેલે સર્વજ્ઞતાવાદ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ પ્રમાણુમીમાંસામાં કરેલી સર્વજ્ઞસિદ્ધિ વગેરે આ વિષયમાં ખાસ જોવા લાયક છે.