________________
૨૨૪
આત્મતરવવિચાર
તેનું ખૂન કરનાર એક સ્ત્રી અને બે પુરુષોનાં નામ આપ્યાં. પિોલીસને તેમાંની એક વ્યક્તિનાં રહેઠાણની તે ખબર હતી. આ રીતે પિોલીસે પિટરની અદભુત શક્તિની મદદથી એક મુકેલ અને મુંઝવણભર્યો ગુન્હ પકડ.
આ બંને કિસ્સાઓ ભૂતકાળના જોયા. હવે તેની ભવિષ્યકથનની શક્તિને એક કિસ્સે જોઈએ.
પેરિસમાં એક “લીબોરેગેટ' નામના પરામાં વસતાં અને એક સારો ઉદ્યોગ ધરાવતા વહેપારીએ પિટરને બોલાવ્યો. પિટર વહેપારીએ આપેલા સમયે તેનાં કારખાને-ઓફિસે મળ્યો. એ વખતે તે વેપારીને કાર્બોનિક ગેસની બાટલીમાં ભરવાને એક ન ઉઘોગ શરૂ કરવાનો વિચાર હતા. તેના માટે જ વહેપારીએ પિટરને બોલાવ્યું હતું.
વહેપારી અને પિટર એક બીજાને જરા પણ ઓળખતા ન હતા, તેમ વહેપારીનું કારખાનું પણ પિટરે કયારેય જોયું ન હતું. તેમ તેના કારખાનામાં રહેલાં આધુનિક મશીને પણ જોયા ન હતાં.
વહેપારી, મેનેજર, કારખાનાને મિકેનિક અને પિટર ફરતાં ફરતાં એક પછી એક મશીન જોતાં જાય છે. એવામાં પિટર એક મશીન પર હાથ મૂકતાં ન્યો અને બે :
આ મશીન નહિ ચાલે અને તમને ખૂબ જ મુશ્કેલીમાં મૂકશે.” | મેનેજર પિટરની વાત સાંભળી ઉપેક્ષાપૂર્વક હસ્યો અને બોલ્યા: ‘મિ. પિટર! તમે કેવી વાત કરો છો ? આ મશીન તદ્દન નવું છે, કેમ કામ નહિ આપે?”