________________
સર્વતા
પેરી સની ઊંચાં ઊંચાં મકાનો અને શેરીઓ વટાવતે તે જૂના મકાન પાસે આવીને ઊભો રહ્યો. પોલીસ અધિકારીઓ તેની સાથે હતા. તેઓ આશ્ચર્યમુગ્ધ બની ગયા. તે મકાનમાં આગળ વધ્યા. પિોલીસ અધિકારીઓએ તેને ઘટનાસ્થળ બતાવ્યું. “ખૂન અહીં થયું નથી ” પિટરે કહ્યું.
શું કહે છે, મિ. પિટર?” પોલીસ અધિકારીથી પૂછાઈ ગયું. “આ ઘટનાસ્થળના પૂરાવા કહે છે ખૂન અહીં જ થયું છે!”
“તમારા પૂરાવા કહેતા હશે. તમે આ મકાનનું ખૂબ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું છે?” પિટરે પૂછ્યું.
હા. મકાનને એક પણ ખૂણે અને એક પણ દિવાલ ખૂબ જ નિરીક્ષણ પૂર્વક જોયા વિના મૂક્યા નથી. પોલીસ
અધિકારીએ કહ્યું. - આ મકાનમાં ભૂગર્ભ છે. નીચે એક ઓરડો છે.”
“શું કહે છે? શું આ વાત શક્ય હોઈ શકે? આશ્ચર્ય! મી. પિટર! ભ્રમ તે નથી ને?” પિોલીસ અધિકારીએ પૂછયું.
આ” પિટરે કહ્યું અને તેણે એક જગાએ બૂટની એડી દબાવી કે સામે ભૂગર્ભમાં રહેલા એારડાનું દ્વાર ખુલી ગયું અને તે ભૂગર્ભમાં ઉતર્યો. ભૂગર્ભના ઓરડામાં એક ખૂણે બતાવ્યો. “અહીં ખૂન થયેલ વ્યક્તિનું શબ છે,” પિટરે કહ્યું. અને પોલીસોએ તે સ્થળ તરત જ ખેદયું તો મરનાર વ્યક્તિનું શબ મળી આવ્યું. પછી પિટરે ત્યાં ઊભા ઊભા જ