________________
૨૧૨
આત્મતત્વવિચાર
બધા શાસ્ત્રકારો ભૂલ્યા? કોઈને સાચું કહેવાનું ન સૂઝયું ? બધા શાસ્ત્રકારોને બેટા કહેવાનું સાહસ તે તેઓ જ કરી શકે કે જેની પિતાની બુદ્ધિ ઠેકાણે ન હોય, અથવા ભૌતિકવાદના ભારથી જડ બની ગયેલી હોય.
યુક્તિથી પણ સર્વજ્ઞતા સિદ્ધ થાય છે. યુક્તિથી વિચાર કરીએ તે પણ પલ્લું સર્વજ્ઞતાની તર ફેણમાં જ ઢળે છે. ફાનસ પર જાડું કપડું ઢાંકયું હોય તે દીવાને પ્રકાશ ઓછો આવે છે. પાતળું કપડું ઢાંકયું હોય તો એ પ્રકાશ વધારે આવે છે અને કપડું ઉઠાવી લીધું હોય તે એ પ્રકાશ પૂર આવે છે, તેમ આત્મા પરથી કર્મનું આવરણ પૂરેપૂરું હઠી જાય તો એને પૂર્ણજ્ઞાન કેમ ન થાય? જે કર્મ એ જ્ઞાનનું આવરણ કરનાર પદાર્થ છે, તે એને નાશ થવાથી આત્માને પૂર્ણજ્ઞાન થવું જ જોઈએ. વળી જે થોડું જાણી શકે તે વધારે જાણી શકે અને વધારે જાણી શકે તે પૂરું પણ જાણી શકે એ ન્યાય છે. ક ને જાણનારો ખ, ગ, ઘ વગેરે અ ને જાણે શકે છે અને ખ, ગ, ઘ, વગેરે અક્ષરને જાણનારે બાકીના બધા અક્ષરોને જાણી શકે છે. આ રીતે આત્મા થોડામાંથી વધારે અને વધારેમાંથી પૂર્ણ કેમ ન જાણી શકે?
આપણું જ્ઞાન સામાન્ય હોવા છતાં આપણે ભૂત અને ભવિષ્યનું અનુમાન કરી શકીએ છીએ. પગલાં જોઈને કહેવું કે અહીંથી હરણ પસાર થાય છે, તે ભૂતકાલીન ઘટના સંબંધી અનુમાન છે અને વાદળાં તથા પવન વગેરે પરથી કહેવું કે અમુક સમયમાં વરસાદ આવશે, એ ભવિષ્યકાળની ઘટના