________________
સવજ્ઞતા અને તેના વડે સર્વ ઘાતક બળીને ભસ્મ થતાં તેમને પણ તે જ વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. | સર્વજ્ઞતા શાસ્ત્રસંમત છે.
કેટલાક કહે છે કે આત્માની જાણવાની-જેવાની શક્તિ અમે કબૂલ રાખીએ છીએ, પણ તે સર્વ જાણી જોઈ શકે એ વાત અમારા ગળે ઉતરતી નથી, “કેમ ઉતરતી નથી?” એમ પૂછીએ તે તેઓ કહે છે કે “એ વાતનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી. આજે કેઈ સર્વજ્ઞ હોય તે બતાવો” પરંતુ દરેક વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધ થતી નથી. કેટલીક શાસ્ત્રાધારે સિદ્ધ થાય છે. કેટલીક યુક્તિથી સિદ્ધ થાય છે, તે કેટલીક અનુભવના આધારે સિદ્ધ થાય છે. વળી આજે કોઈ સર્વજ્ઞને ભલે બતાવી ન શકીએ, પણ એવી વ્યક્તિઓ જોવામાં આવે છે કે જેના પરથી સર્વજ્ઞનું અનુમાન આપણે કરી શકીએ છીએ.
શાસ્ત્રોમાં જ્ઞાનના પાંચ પ્રકાર જણાવેલા છે, તેમાં કેવળજ્ઞાનનો નિર્દેશ છે. જે કેવળજ્ઞાન જેવી-સર્વજ્ઞતા જેવી કોઈ વસ્તુ આ વિશ્વમાં હેત જ નહિ, તે શાસ્ત્રકારો તેનો નિર્દેશ શા માટે કરત? વળી દરક તીર્થકરો સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે, તેથી જ તેમની સંવરજૂળ વ્યરિતીf” તરીકે
સ્તુતિ કરવામાં આવે છે. તેમને આ સર્વજ્ઞ-સર્વદર્શી પણું કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેનાં વિરતૃત વર્ણને શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. અન્ય મહાપુરુષ અને મહાસતીઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાની હકીકત પણ શાસ્ત્રોમાં-ચરિત્રગ્રંથમાં સંગ્રહાયેલી છે. શું આ બધું યે ખેડુ? શાસ્ત્રકારોને ભૂલ્યા માનીએ, પણ