________________
૨િ૧૦
આત્મતત્વવિચાર
શકે એમ હતું, પણ ભૂલનો બચાવ શા માટે? એમ વિચારી તેઓ ચૂપ રહ્યા. “જ્યારે મેં સર્વ છોડયું, ત્યારે આટલી યે
ખલના શા માટે?” એ વિચારે તેમનાં મનને આવરી લીધું, તેઓ શુદ્ધ ભાવનાથી દારુણ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આ પશ્ચત્તાપના પરિણામે તેમની કર્મશૃંખલાઓ તૂટી ગઈ ઘાતીકર્મો નાશ પામ્યાં અને તેઓ કેવલજ્ઞાન પામ્યા. - મૃગાવતીને સંથારો મહત્તરા ચંદનબાળાના સંથારાની પાસે હતે. એ વખતે ઉપાશ્રયમાં રાત્રિને ગાઢ અંધકાર વ્યાપેલો હતો. એવામાં મૃગાવતીએ ચંદનબાળાના હાથ તરફ આવી રહેલ એક કાળે નાગ જોયો, એટલે તેમણે ચંદનબાળાને હાથ ઉંચો કર્યો એ નાગ ચંદનબાળાના હાથ નીચેથી પસાર થઈ ગયે. - ચંદનબાળા જાગી ગયા અને તેમણે પિતાને હાથ ઊંચો કરવાનું કારણ પૂછ્યું. મૃગાવતીએ કહ્યું કે આપના હાથ તરફ એક કાળો નાગ આવી રહ્યો હતો, એટલે મેં આપને હાથ ઊંચે કર્યો.
પણ તમે આવા ગાઢ અંધકારમાં એક કાળા નાગને જે શી રીતે ?” મહત્તરા ચંદનબાળાએ આશ્ચર્યથી પૂછ્યું.
આપના પ્રતાપે થયેલાં કેવલજ્ઞાનનાં કારણે” સાથ્વી મૃગાવતીએ વિનયથી જવાબ આપ્યો. તે જ વખતે ચંદનબાળા ઊભા થયા અને તેમણે મૃગાવતીનાં ચરણોમાં પડી થયેલી આશાતના માટે ક્ષમા માગી. આ બધી ઘટના પર વિચાર કરતાં તેમનાં હૃદયમાં પણ પશ્ચાત્તાપને અગ્નિ પ્રજવલિત થયે