________________
સર્વજ્ઞતા
૨૧૩
સંબંધી અનુમાન છે. આપણું આ અનુમાન ઘણી વખત સાચું હોય છે. તે પછી જેઓ સર્વશ્રેષ્ઠ જ્ઞાનવાળા છે, તે ભૂત અને ભવિષ્યકાલના સાક્ષાત દર્શન કેમ ન કરી શકે?
તર્ક કરશે કે આપણી પાસે સામગ્રી છે, વસ્તુ છે, કંઈ પણ પદાર્થ કે નીશાન છે, માટે આપણે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન અનુમાન કરી શકીએ છીએ. પણ જ્યાં વસ્તુનું નામનીશાન ન હોય, કોઈ પણ એંધાણું ન હોય, ત્યાં તેનું સાક્ષાત્ દર્શન શી રીતે થાય? પરંતુ આ તર્ક કરનારે ભૂલવું ન જોઈએ કે દ્રવ્યના પર્યાનો નાશ થાય છે, પણ દ્રવ્યને નાશ થતું નથી, એ તે આ વિશ્વમાં કોઈને કંઈ સ્વરૂપે વિદ્યમાન હોય જ છે. એટલે તેના પરથી ભૂતકાલીન તથા ભવિષ્યકાલીન સ્થિતિનાં દર્શન કરી શકાય. ખાણમાંથી નીકળેલા એક પત્થર જુદા જુદા અનેક હાથમાંથી પસાર થઈને “સાઈકમેટ્રી' જાણનાર પાસે આવ્યો હોય તે એ તેને કપાળે અડાડીને કહી શકે છે કે આ પત્થર અમુક ખાણમાંથી નીકળે છે, તેને અમુક વ્યક્તિએ કાઢ્યો છે, તેની પાસેથી અમુક અમુક પાસે આવ્યા છે, વગેરે. આમાંની બધી વ્યક્તિએ વિદ્યમાન હોય છે, એવું નથી. ઘણી મરી પરવારી હોય છે, છતાં સાઈકેમેટ્રીસ્ટ તેના નામે કહે છે. તેનું વર્ણન કરે છે અને તે ખરૂં હોય છે.
રાવણ એક નીતિમાન રાજા હતા. તેને ફક્ત સીતા તરફ જ રાગ જ હતો. તે સિવાય કોઈ પરસ્ત્રી તર્ગ્યુ તેણે ઊંચી આંખે જોયું ન હતું. એક દિવસ તેણે રાજયના નિમિત્તિયાને
તિષીને બોલાવીને પૂછયું કે મારું મરણ કયારે–કેમ છે?”