________________
આત્મતત્વવિચાર
તેઓ અંતરથી ઈચ્છે છે કે જે અમને માત્ર બે ઘડી સામાયિકની સામગ્રી મળી જાય, અર્થાત ચારિત્રની પ્રાપ્તિ થાય તો અમારું દેવત્વ સફલ થાય, પણ એ સામગ્રી તેમને પ્રાપ્ત થતી નથી, દેને અવધિજ્ઞાન જન્મથી હોય છે, પણ ચારિત્રના અભાવે તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. .
નારકીના છ દેવની માફક જન્મથી જ અવધિજ્ઞાનવાળા હોય છે, પણ નિરંતર દુઃખનો અનુભવ કરતા હોવાથી ચારિત્રપરિણામી થતા નથી, એટલે તેમને પણ કેવળજ્ઞાન થઈ શકતું નથી.
તિયાની હાલત કેવી કન્ફિડી હોય છે, તે તમે જાણે છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી તથા બીજા અનેક જાતના ઉપદ્રવ તેમને સહન કરવાના હોય છે, તેમાં ચારિત્રનાં પરિણામ કયાંથી હોય? x તિય"ને-સંજ્ઞી પંચેન્દ્રિયને નિમિત્તવશાત્ જાતિ મરણજ્ઞાન થાય છે અને તેઓ પિતાને પૂર્વ ભવ જોઈ શકે તે તથા તેમને નિમિત્તવશાત્ અવધિજ્ઞાન પણ થાય છે. પરંતુ ચારિત્રના અભાવે તેઓ કેવલજ્ઞાન પામી શકતા નથી.
* सामाइयसामग्गिं, देवावि चिंतंति हिंययमज्झम्मि ।
जइ होइ मुहत्तमेगः, ता अम्ह देवत्तग सुलहं ॥ * તિયામાં મહાવ્રતોને આરોપ હોવા છતાં તેમને ચારિત્રના પરિણામોને અભાવ હોય છે, આ વસ્તુ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષણવતી નામના ગ્રંથમાં સ્પષ્ટ કરી છે.
* શ્રીતત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયમાં “થોનિમિત્તઃ ઘવિરાઃ શેષાનામ્ II ૨૩ મે એ સૂત્રથી નારક અને દેવ સિવાયના બીજાઓને નિમિતવશાત અવધિજ્ઞાન થાય છે, અને તે છ પ્રકારનું હોય છે, એમ જણાવેલું છે.