________________
સર્વજ્ઞતા
२०७
બાકી રહી મનુષ્યગતિ. તેમાં ચારિત્ર લેવાથી કેવળજ્ઞાન સંભવે છે, મનુષ્ય ગતિને-મનુષ્યભવને શ્રેષ્ઠ માનવાનું કોઈ પણ કારણ હેય, તે તે આ જ છે. મનુષ્યભવ વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના કેવળજ્ઞાન નથી, અને કેવળજ્ઞાન વિના મુક્તિ નથી.
જ્ઞાનના મતિ, કૃત. અવધિ, મનપર્યવ અને કેવળ એવા જે પાંચ પ્રકારો કહ્યા છે. તે પાંચ મનુષ્યને વિષે જ સંભવે છે. મતિ અને શ્રતજ્ઞાન તેને સહજ હોય છે. તથા અવધિ, મનઃ૫ર્યાય અને કેવળજ્ઞાન લબ્ધિજન્ય હોય છે. કેવળજ્ઞાન પિતાના પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે.
કેવળજ્ઞાન કેઈ નું આપ્યું આવતું નથી. પણ જાતે જ મેળવવાનું હોય છે. જે પુરુષાર્થ કરે અર્થાત્ સંયમ-તપજપ ધ્યાનના માર્ગે વિચરે અને તેમાં અપ્રમત્ત રહે તેને તે પ્રાપ્ત થાય છે. આજ સુધીમાં અનંત કેવળીઓ થઈ ગયા છે, તે બધાએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ રીતે જ કરેલી છે અને હવે પછી જે અનંત કેવળી થવાના છે, તેઓ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ રીતે જ કરવાના છે.
કેવળજ્ઞાની પિતાનું પણ ભલું કરે છે અને દુનિયાનું પણ ભલું કરે છે. તમારે પણ પિતાનું તથા દુનિયાનું ભલું કરવું હોય તે કેવળજ્ઞાની બનવાનું ધ્યેય રાખવું જોઈએ. કોઈ એમ કહેતું હોય કે આવું ધ્યેય રાખવાથી શું ફાયદો ? કેવળજ્ઞાન તે હાલ પ્રાપ્ત થવાનું નથી, તે એ કહેવું સમજણ વિનાનું છે. આજે વેપાર કરીએ અને આજે જ લક્ષાધિપતિ થઈ