________________
૧૯૮
આત્મતત્વવિચારે
આત્માની શક્તિ કમથી દબાયેલી છે. જેમ કર્મને લીધે આમાની-જ્ઞાન-દર્શનશક્તિ દબાય છે, તેમ ક્રિયાશક્તિ પણ દબાય છે. તેથી જ જૂદા જૂદા પ્રાણીએમાં તેની તરતમતા જણાય છે. જ્યારે કર્મનાં આવરણે સદંતર હઠી જાય છે, ત્યારે આત્મા આ શક્તિને સ્વામી છે, એ વાત સિદ્ધ થાય છે.
પરમાત્મા મહાવીર સ્વામીએ જમ્યા તે જ રાત્રિએ મેરુ પર્વત ઉપર ચોસઠ ઈન્દ્ર વડે થતા અભિષેકના સમયે પિતાના પગના અંગૂઠાનાં જરાક દબાણથી લાખ જે જનને મેરુ પર્વત કંપાવ્યા, તેવી શક્તિ આપણામાં પણ છે, પણ આપણી શક્તિ કમંથી દબાયેલી છે. આખા જગતને વંસ અને રક્ષણ કરવાની તાકાત આત્મામાં રહેલી છે. કર્મને લીધે આપણે કમજોર છીએ, કમને વંસ થતાંની સાથે જ આત્મા અનંત બલી બને છે.
શ્રદ્ધા પુરુષાર્થ શ્રદ્ધાથી ઉદભવે છે અને શ્રદ્ધાથી જ આગળ વધે છે. તમારા મનમાં એવી શ્રદ્ધા હોય કે હું અમુક રસ્તે ચાલીશ અને અમુક અંતર વટાવીશ તે અમુક સ્થળે પહોચાશે, ત્યારે જ તમે એ ગામ તરફનો રસ્તો પકડો છે અને ચાલવા માંડો છે.
તમારા મનમાં એવી શ્રદ્ધા હોય કે હું અમુક જાતનું ભોજન કરીશ તે મારું શરીર સાજું-નવું રહેશે, તે જ