________________
આત્માને ખજાને
૧૯૯
તમે એ જાતનું ભજન કરો છો અને તમારા મનમાં એવી શ્રદ્ધા હોય કે હું અમુક ઘધે કરીશ તે ધન કમાઈશ, ત્યારે જ તમે એ બંધ કરવા તયાર થાઓ છો ને એ બંધ કરવા લાગો છો.
મનુષ્ય દેરડાના આધારે ગમે તેવી ઉંચી ભીંત પર ચડી જાય છે, પણ એ દેરડું તૂટે તે શું પરિણામ આવે છે? શ્રદ્ધાની બાબતમાં પણ એમ જ સમજવાનું છે, કારણ કે એ પણ એક જાતનું આલંબન છે. જ્યાં શ્રદ્ધા તૂટી, વિશ્વાસ ડગે, એટલે પ્રવૃત્તિ ખલાસ. આ ધંધામાં બરકત આવવાની નથી. એમ તમારા મનમાં પાકું હસ્યા પછી તમે એ ધધ કરે ખરા?
ધર્માચરણની બાબતમાં શ્રદ્ધાને પહેલી મૂકવામાં આવે છે. શ્રદ્ધા વિનાની ક્રિયા પૂર્ણ ફલ આપતી નથી. જો તમને ધર્મ પ્રવર્તક પ્રત્યે શ્રદ્ધા હોય, ધર્મગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય અને તેમના દ્વારા ઉપદેશાતા સિદ્ધાંતે પ્રત્યે શ્રદ્ધા હોય તે એ સિદ્ધાંતને આચરણમાં મૂકવા તૈયાર થાઓ, એટલે પ્રથમ પુષ્ટિ શ્રદ્ધાની કરવામાં આવે છે. | શ્રદ્ધા કોના પર મૂવી ? તે પણ વિચારવા જેવું છે. બેટી દવા પર શ્રદ્ધા રાખીને તેનું સેવન કર્યા કરીએ તે ફાયદે દૂર રહે અને તુકશાન જરૂર થાય. દેવ, ગુરુ અને