________________
આત્માને પ્રજાને
૧૯૭
ભગવાને કહ્યું: “બધું કોઈનાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પરાક્રમ વિના નિયતપણે બનતું હોય તે કોઈ વાસણ ચારતું નથી, ફેડતું નથી કે તારી સ્ત્રી સાથે ભેગ ભેગવતું નથી, તે પછી તું શા માટે એ પુરુષને પકડે, બાંધે અને મારે? તારે હિસાબે તો આ બધુ નિયત છે અને કેઈના પ્રયત્ન વિના બચે જાય છે.”
આ શબ્દોએ સવાલ પુત્રની આંખ ઉઘાડી નાખી. પછી તેણે ભગવાનને સિદ્ધાંત સાંભળવાની ઈચ્છા કરી. ભગવાને તેને પિતાના સિદ્ધાંત સારી રીતે સમજાવ્યું, એટલે તેણે પિતાની સ્ત્રી સહિત ભગવાનના સિદ્ધાંતને સ્વીકાર કર્યો અને તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતનું પાલન તેણે એવી દઢતાથી કર્યું કે તે પ્રભુ મહાવીરના સુપ્રસિદ્ધ શ્રાવકોમાં સ્થાન મેળવી શકો. ૯
* ભગવાન બુદ્દે પણ ગોશાલકના નિયતિવાદને નિકૃષ્ટ ગો હતો. અંગુત્તરનિકાયના મંફખલિવર્ગમાં કહ્યું છે કે “હે ભિક્ષુઓ ! આ અવનિ ઉપર મિચ્છાદષ્ટિ જેવો બીજે કોઈ અહિતકર પાપી નથી મિથાદષ્ટિ એ સર્વ પાપીઓમાં શિરોમણિ છે, કારણ કે તે સહમથી વિમુખ રાખે છે. તે ભિક્ષુઓ ! આવા મિથાદષ્ટિ જીવો ઘણું છે, પણ મેધપુરુષ ગોશાલક જેવું અન્યનું અહિત કરનાર હું બીજા કોઈને જેતે નથી, સમુદ્રમાંની જાળ જેવી રીતે અનેક માછલીઓ માટે દુઃખદાયી અહિતકર અને ધાતક નિવડે છે, તેવી રીતે આ સંસાર સાગરમાં મોઘપુરુષ ગોશાલક અનેક જીવોને ભ્રમમાં નાખીને દુઃખદાયી અને અહિતકર નીવડે છે. મંલિ ગોશાલકને વાદ બધા શ્રમણવાદમાં નિકૃષ્ટ છે.”