________________
આત્મતત્ત્વવિચાર
સદ્દાલપુત્ર સમજ્યા કે આવા મહાપુરુષ તે મારા ગુરુ ગે!શાલક વિના ખીજા કાઇ હાય નહિ. પરંતુ બીજા દિવસે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યાં. આકાશવાણી થઈ હતી, એટલે સદ્દાલપુત્ર તેમનાં દર્શને ગયા. તે વખતે ભગવાને આકાશવાણીની વાત કહી. આથી સાલપુત્ર આશ્ચય પામ્યા અને તેમના પ્રત્યે શ્રદ્ધાવાળા થયા. પછી તેણે ભગવાનને પેાતાને જોઇતી વસ્તુઓ લેવાનું નિમંત્રણ આપ્યું.
૧૯૨
6
એક વાર સફાલપુત્ર કાચાં વાસણેાને તડકે સૂકવતા હતા, ત્યાં ભગવાન પધાર્યાં અને તેમણે કહ્યું : હું સદ્દાલપુત્ર ! આ વાસણ કેવી રીતે ખન્યું છે?' સાલપુત્રે કહ્યું: ‘ભગવન્! પહેલાં તે તે માટીરૂપે હતુ. પછી તેને મસળીને ચાકડે ચડાવવામાં આવ્યું, ત્યારે હવે તે વાસણરૂપે બન્યું છે. ભગવાને કહ્યું : ‘તેમાં ઉત્થાન, ક્રમ, અલ, વીય અને પરાક્રમની જરૂર પડે કે નહિ?? આ પ્રશ્નથી સફાલપુત્ર ચમકયા, પણ તેણે પેાતાના આજીવિકા સિદ્ધાંત પ્રમાણે જવાબ આપ્યા કે, ‘ભગવન્ ! ઉત્થાન, ક્રમ, બલ, વીય અને પરાક્રમ વિના જ નિયતપણે તે મન્યે જાય છે. ’
ભગવાને કહ્યું: જો ‘હે સદ્દાલપુત્ર! કોઈ માસ તારાં આ વાસણા ઉપાડી જાય, ફેકી દે કે ફાડી નાખે અથવા તારી આ અગ્નિમિત્રા ભાર્યો સાથે ભેગે ભાગવે તે તું તેને શિક્ષા કરે કે નહિ ? ’
સાલપુત્રે કહ્યું : ‘હે ભગવન્ ! તે હું જરૂર તે દુષ્ટ
પુરુષને પકડું, માંધું અને મારુ', '