________________
આત્માના ખજાના
સ
પાંચમુ' પગથિયુ' છે. પ્રભુ મહાવીરે સાધનાકાલમાં કેવુ પરાક્રમ દર્શાવ્યું હતું તે તમે જાણેા છે.
ગૈાશાળા કહેતા હતા કે જગતમાં બધા ભાવા નિયત છે, એટલે ઉત્થાન, કર્મ ખલ, વીય અને પરાક્રમથી કઈ પણ થવાનું નહિ. સુખ-દુઃખ નિયત છે અને તે પ્રાણીને અવશ્ય ભાગવવાં પડે છે.' તેના આ નિયતિવાદની નિર કતા પ્રભુ મહાવીરે કેવી રીતે દર્શાવી આપી, તેની નોંધ શાસ્ત્રમાં થયેલી છે.
નિયતિવાદની નિરર્થકતા ઉપર સટ્ટાલપુત્રનું દૃષ્ટાંત
પાલાસપુરમાં સદૃાલપુત્ર નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેની પાસે પુષ્કળ ધન હતું. એક કાટિ હિરણ્ય નિધાનમાં હતુ, એક કાટિ વ્યાજે ફરતુ હતુ... અને એક કાટિ પેાતાના વ્યવહારધંધાના ઉપયાગમાં હતું. તેની પાસે દસ હજાર ગાય હતી, તેની માલીકીનાં પાંચસેા હાટ પાલાસપુર નગરીની બહાર આવેલાં હતા. તેમાં તેણે અનેક માણસેાને રોકયાં હતાં. તેઓ વાસણ તથા બીજી વસ્તુએ મનાવતા હતા અને રાજમાગ માં લઇ જઇને વેચતા હતા. સદ્દાલપુત્રની પત્નીનુ નામ અગ્નિમિત્રા હતુ..
સદ્દાલપુત્ર ગેાશાલાના ભક્ત હતા, એટલે નિયતિવાદમાં દૃઢ શ્રદ્ધાવાળા હતા. એક વાર તે પેાતાના પગીચામાં બેઠા હતા, ત્યાં આકાશવાણી થઈ કે ‘ આવતી કાલે અહી એક સર્વાંગ સČદર્શી શૈલેાકયપૂજિત મહાપુરુષ પધારશે તેમને તુ' વદન કરજે અને અશનપાનાદિનું નિમ ંત્રણ કરજે,’