________________
૧૯૪
આત્મતત્વવિચાર
થાય છે. મહાભારતના મોરચે જય મેળવવો એ જેવું તેવું કામ ન હતું, પણ પાંડવોએ પુરુષાર્થ છોડયો નહિ, અને વિજય મેળવ્યું. શ્રી રામચંદ્રજીએ લંકાના યુદ્ધમાં વિજય શી રીતે મેળવ્યો? સિન્યમાં વાનરે હતા. સમુદ્ર તરવાને હતો અને સામે મહાબળિયો રાવણ જે રાજા હતા, છતાં પુરુષાર્થને વળગી રહ્યા, તે વિજયની વરમાળા તેમના ગળામાં પડી. કવિઓ, લેખક, પત્રકાર અને રાજદ્વારી પુરુષનાં જીવનમાં પણ તમને આ હકીકતને પુષ્ટિ કરનાર અનેક દાખલાઓ મળી આવશે. -
કેટલાક કહે છે કે લક્ષ્મી તે ભાગ્યને ખેલ છે, પણ ભાગ્ય એ પૂર્વ ભવના પુરુષાર્થ વિના બીજું શું છે? પૂર્વ ભવમાં જે પુણ્યની કમાણી કરી તેનું નામ ભાગ્ય, એટલે આ ખરે તે બધી વાત પુરુષાર્થ પર આવીને ઊભી રહે છે.
પુરુષાર્થનાં પાંચ પગથિયાં. પુરુષાર્થનાં પાંચ પગથિયાં માનવામાં આવ્યાં છે, તે પણ તમારે જાણી લેવા જોઈએ. ઉત્થાન એટલે આળસ મરડીને ઊભા થવું, એ પહેલું પગથિયું છે. કમ એટલે કામે લાગવું, એ બીજું પગથિયું છે બલ એટલે સ્વીકારેલાં કાર્યમાં કાયા, વાણી અને મનમાં બળને બને તેટલે ઉપ
ગ કર, એ ત્રીજું પગથિયું છે. વીર્ય એટલે સ્વીકારેલાં કામને પાર પાડવાને ઉલ્લાસ રાખો, આનંદ માણે એ ચોથું પગથિયું છે અને પરાક્રમ એટલે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને ધપૂર્વક ઊભા રહેવું, એ