________________
ખાત્માનો ખજાનો
દિવસ પહેલાં અમુક ઔષધ લઈ આવે તો તમારો પુત્ર સાજે થઈ શકશે, પછી કોઈ ઉપાય નથી ” એટલે હું ઔષધની શોધમાં નીકળ્યો છું અને ગામેગામ રખડી રહ્યો છું.
આ સાંભળી કેશવને ઘણું દુઃખ થયું. પિતાનું અંગ ધાઈને તેનું પાણી પાય તે એને રે ગ જરૂર મટી જાય પણ એ સેંકડો માઈલ દૂર, ત્યાં શું થાય? એવામાં દેવનું ત્રીજું વરદાન યાદ આવ્યું, એટલે પિતાને તથા પોતાના પિતાને પિતાનાં મૂળ ઘરે મૂકી દેવાની ઉત્કટ ઇચ્છા કરી અને દેવે તેમને થોડી જ વારમાં ત્યાં મૂકી દીધા. દેવ નિમિષ માત્રમાં ધાર્યું કાર્ય કરી શકે છે, એ ભૂલવાનું નથી.
કેશવે પિતાનું શરીર ઘેઈને પાણી હંસને પાયું કે હંસનું શરીર મૂળ રંગમાં આવી ગયું અને તેની વેદના પણ શાંત થઈ ગઈ. બધાએ કેશવને ખૂબ ધન્યવાદ આપ્યા અને હવે પછી રાત્રિભેજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી પિતાના બધા કુટુંબીજનોને સાથે લઈ તે પિતાના રાજ્યમાં ગયે અને ધર્મનું પાલન કરી સુખી થયે.
તાત્પર્ય કે ધર્મનું આરાધન કરવું હોય તે દઢ સંકલ્પ અને પુરુષાર્થની જરૂર છે.
પુરુષાર્થની પ્રતિષ્ઠા. વ્યવહારમાં પણ પુરુષાર્થની પ્રતિષ્ઠા ઓછી નથી. એક કામ હાથ ધરી તેની પાછળ સતત મંડ્યા રહેનાર ગમે તેવાં દુર્ઘટ કાર્યો પણ પાર પાડે છે અને યશ-લાભના અધિકારી ૧