________________
૧૯૨
આત્મતત્ત્વવિચાર
છે, ત્યાં ગામના રાજા અપુત્રિચા મરણ પામે છે, એટલે મત્રી વગેરે પંચદિવ્ય કરે છે, તેમાં હાથણીની સૂંઢમાં કળશ આપી નવા રાજાની શોધમાં નીકળે છે તે હાથણી ચાલતાં ચાલતાં જ્યાં કેશવ સૂતા છે ત્યાં આવે છે, અને તેનાં માથે કળશ ઢાળે છે. એવી રીતે બીજા પણ ચાર દિવ્યેશ થાય છે આથી મત્રીએ વગેરે તેના રાજા તરીકે સ્વીકાર કરી રાજમહેલમાં લઈ જાય છે અને તેને ગાદીએ બેસાડી વિધિસર અભિષેક કરે છે. આ રીતે દેવતાનુ' આપેલુ પ્રથમ વરદાન પૂરુ· થાય છે. થાડા દિવસ બાદ કેશવ શહેરમાં ફરવા નીકળ્યેા છે, ત્યાં એક ચીથરેહાલ ભીખારી જેવા ઘરડા માણસને જુએ છે. તેનું માઢું' જોતાં જ તે સમજી જાય છે કે ‘ આ બીજુ કાઇ નહિ, પણ મારા પિતા છે.' એટલે દોડીને પગે પડે છે અને પૂછે છે કે ‘પિતાજી! આ શું?’ પિતા પણ તેને ઓળખી લે છે અને કહે છે કે ‘બેટા કેશવ! તું અહીં કર્યાંથી !’ કેશવ કહે છે: ‘હું. અહીંના રાજા થા છુ.' પછી ખધી વાત કરે છે. તે વખતે પિતા કહે છે કે ‘ભાઈ! તેં બહુ સારૂં કયું”. જો ટેક ન છેાડી, તા આવા સારા દિવસેા જોવાના વખત આન્યા. હું તા તુ ગયા છે, તે દિવસથી દુઃખી દુઃખી થઈ ગયા છું. તે દિવસે તારા ભાઈ હંસે રાત્રિભાજન કર્યું, તેમાં કોઇ ઝેરી જંતુની લાળ આવી ગઇ, આથી તેને ઉલટી અને ઝાડા થવા લાગ્યા. ઘણા ઉપચાર પછી પણ તેના પર કાબૂ આવ્યે નહી', તેનું શરીર ઢીલું કાચ થઇ ગયુ. અને આખા શરીરમાં વેદના થવા લાગી. ગમે તેટલા ઉપાયે કરવા છતાં આ વેદના મટી નહિ. આખરે એક અનુભવી વૃદ્ધ વૈદે કહ્યું કે, તમે ત્રીસ