________________
૧૯૦
આત્મતત્વવિચાર
પણ ઘણાનાં કલ્યાણની ખાતર રાત્રે જમે.” પરંતુ એ વચને કેશવને તેની પ્રતિજ્ઞામાંથી ચલાવી શક્યા નહિ.
હવે એ જ વખતે યક્ષ પ્રકટ થયા અને હાથમાં મુગર લઈ કેશવની સમક્ષ આવ્યો. તે કેધથી ધમધમતે મોટા અવાજે કહેવા લાગે કે “આ લેકોનું કહ્યું તું કેમ માનતે નથી? જે જીવવું હોય તે અત્યારે જ જમી લે, નહિ તે આ મુદગરથી તારું માથું ફેડી નાખીશ.”
યાત્રાળુઓ યક્ષને જોઈ હર્ષના પિકાર કરવા લાગ્યા, પણ કેશવની સ્થિતિ ઘણી કડી થઈ પડી, તે વિચાર કરે છે. “હવે શું કરવું? આ યક્ષ મને જીવતે છેડશે નહિ. તેનું કહ્યું માની લેવું અને જીવ બચાવો કે પ્રતિજ્ઞા પાળીને પ્રાણુનું બલિદાન આપવું ?” જે તેની જગાએ કોઈ કારોપિચ માણસ હોત તે યક્ષની ધમકી સ્વીકારી લીધી હોત
અને ચૂપચાપ જમી લીધું હેત, પણ કેશવે ભારે હિંમત દાખવીને કહ્યું કે “આપને કરવું હોય તે કરે, બાકી અત્યારે મારાથી જમી શકાશે નહિ.”
આ વખતે યક્ષ તેને પ્રતિજ્ઞા આપનાર ગુરુ મહારાજને હાજર કરે છે અને ગુરુ મહારાજ કહે છે કે “હવે બહુ થયું. તું ઘણાનાં ભલાની ખાતર જમી લે.” પણ કેશવ વિચારમાં પડે છે. જે ગુરુએ મને રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા આપી તે મને રાત્રે જમવાનું કેમ કહે? માટે આમાં કંઈક દગે લાગે છે. એટલે તે કંઈ પણ બોલ્યા વિના ઊભું રહ્યો ત્યારે યક્ષે કહ્યું કે “જે તું નહિ માને તે તને