________________
૧૮૬
આત્મતત્વવિચાર
કરવા છતાં પોતાને જવાબદાર માનતા નથી અને તેના દેષને સર્વ ટેપલે ઈશ્વરને માથે ઓઢાડે છે. “તે દારૂ કેમ પીધો?” તે કહે કે “ઈશ્વરે પ્રેરણા કરી.” “તે માંસ કેમ ખાધું?” તે કહે કે “ઈશ્વરે પ્રેરણા કરી.” “તે અમુકને ત્યાં ચોરી કેમ કરી ?” તે કહે કે “ઈશ્વરે પ્રેરણા કરી.” અને “તે અમુકની સ્ત્રી સાથે વ્યભિચાર કેમ કર્યો?” તે પણ કહે કે “ઈશ્વરે મને પ્રેરણા કરી.”
થોડા વખત પહેલા જ એક કિસ્સો છે. એક મનુષ્યનાં મનમાં એવી ભ્રમણું થવા માંડી કે “મારાં ઘરના બધા માણસે દુષ્ટ છે” આથી તેણે એક રાત્રે ઈશ્વરનું સ્મરણ કર્યું અને “હે ઈશ્વર! તું મને આ દુષ્ટોને સંહાર કરી નાખવાનું બળ આપ.” એવી પ્રાર્થના કરી બધાનાં ખૂન કરી નાંખ્યા. સવારે લોકોને ખબર પડી, એટલે તેમણે પોલીસને ખબર આપી અને પોલીસે ખૂનના આરોપસર તેની ધરપકડ કરી. તે અંગે કામ ચાલ્યું, ત્યારે ન્યાયધીશે પૂછ્યું, કે “તે આ બધાનાં ખૂન શા માટે કર્યા?” ત્યારે પેલાએ જવાબ આપ્યો કે “ઈશ્વરે મને પ્રેરણા કરી, એટલે મેં આ ખૂને કર્યા છે.” આ સાંભળી ન્યાયાધીશે કહ્યું, કે “ઈશ્વર મને એવી પ્રેરણું કરે છે કે તેને ફાંસીની સજા કરવી, એટલે તને ફાંસીની સજા ફરમાવું છું.”
ઈશ્વરને કર્મને પ્રેરક માનવા જતાં ન્યાય અને નીતિનું તથા સંયમ અને સદાચારનું કેવું દેવાળું નીકળી જાય છે, તે આ પરથી સ્પષ્ટ સમજી શકાશે, એટલે સારા અને બેટાં