________________
આત્માને ખજાને
૧૮૭ nammmmm mmaaaaa બંને કર્મોને કર્તા આમા જ છે અને તેનાં ફળે તેને અવશ્ય ભોગવવાં પડે છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં એક સ્થળે કહ્યું છે કે “યથાकारी यथाचारी तथा भवति, साधुकारी साधुर्भवति, पापकारी पापो भवति पुण्यः पुण्येन कर्मणा भवति, पापः पापेन । अथो खल्वाहुः काममय एवायं पुरुष इति स यथाकामो भवति, तत्कर्तुर्भवति यत्कर्तुर्भवति तत्कर्म कुरुते कदभिसंपद्यते । -માણસ જેવું કામ કરે છે ને જેવું આચરણ રાખે છે, તે તે બને છે. સારુ કામ કરનારે બને છે, પાપનું કામ કરનારે પાપી બને છે. તેથી જ કહ્યું છે કે માણસ કામનાઓને બનેલો છે. જેવી તેમની કામના હોય, તે તે નિશ્ચય કરે; જે નિશ્ચય કરે તેવું કામ કરે, જેવું કામ કરે તેવું ફળ મેળવે.
આ શબ્દ સાંભળ્યા પછી કાઈને આત્માની કત્વ અને ભકતૃત્વ શક્તિ વિષે કંઈ પણ શંકા રહેવી ન જોઈએ.
આત્માની ક્રિયાશક્તિને કામે લગાડવી, તેને પુરુષાર્થ કહેવાય છે. આ પુરુષાર્થના વેગે જ ધર્મની આરાધના થઈ શકે છે. પુરુષાર્થ ન કરે તે અહિંસા પાળી શકાય નહિ, તેમ જ સંયમમાં સ્થિરતા આવે નહિ. ધર્મ થવો હશે તે થશે એમ માનીને બેસી રહે તે ધર્મનું આરાધન કદી પણ થઈ શકે જ નહિ. તે માટે દઢ સંકલ્પ કરવો જોઈએ અને આત્માનું વીર્ય બરાબર ફેરવવું જોઈએ. હંસ અને કેશવની વાત સાંભળે, એટલે તમને આ વાતની ખાતરી થશે.