________________
આત્માને ખજાને
માટે કરે છે? ખરાબ કે દુષ્ટ કામ કરવાનું પરિણામ દુઃખપ્રાપ્તિમાં જ આવે, એટલું આપણે સામાન્ય બુદ્ધિના માણસે પણ જાણીએ છીએ, તે સર્વજ્ઞ એવા ઈશ્વરની ધ્યાન બહાર એ વસ્તુ કેમ હેય? જે એ વસ્તુ ધ્યાનમાં હોવા છતાં તે પ્રાણીઓ પાસે દુષ્ટ કામો કરાવે તે એને અર્થ એ થયે કે પ્રાણીઓને તે જાણીબૂઝીને દુઃખનાં દરિયામાં ધકેલી દે છે. તે પછી “મહાદયાળું” “કૃપાસિંધુ” “પરમ પિતા” એ વિશેષણ સાર્થક શી રીતે થવાના ?
દુનિયાનો કાયદો તે એમ કહે છે કે જે ગુને કરે તે સજાને પાત્ર અને ગુને કરાવે તે પણ સજાને પાત્ર. કેઈને ગુને કરવાની ઉશ્કેરણી કરવા માટે ઇડિયન પીનલ કેડમાં ૧૧૪ મી અને ૧૦૯ મી કલમો રાખેલી છે, તે જાણે છે ને? એટલે પ્રાણીઓ પાસે દુષ્ટ કાર્યો કે ગુને કરાવવા માટે ઇશ્વર પણ સજાને પાત્ર જ ગણાય. અહીં કોઈ એમ કહે કે “ઈશ્વર સહુથી મોટો છે, તેથી તેને સજા ભેગવવાની હોય નહિ.” તે આમાં ન્યાય કયાં રહ્યો? મોટો ગુનો કરવાની પ્રેરણું કરીને છૂટી જાય અને નાને ગુને કરવાની સજા ભેગવ્યા જ કરે એ તે હડહડતે અન્યાય જ કહેવાય. જે ખરાબ કામ માટે શિક્ષા થતી હાય-થાય જ છે–તે તે બંનેને થવી જોઈએ અને સરખા પ્રમાણમાં થવી જોઈએ. આમ ઈશ્વરને કર્મને પ્રેરક માનવા જતાં તેનામાં અનેક દોષોને આરોપ થાય છે, એટલે એમ માનવું એગ્ય નથી.
પરંતુ આ સિદ્ધાંતની સહુથી વધારે ખરાબી છે ત્યારે પ્રકટ થાય છે કે જ્યારે મનુષ્ય અનેક પ્રકારનાં દુષ્ટ કર્મો