________________
ખૂબ જ હદયગમ પદ્ધતિથી દલીલે, છાત તેમ જ વિસ્તારથી સૂમેક્ષિકાપૂર્વક રજૂ થઈ છે.
પ્રથમ ભાગમાં ૨૩ પ્રવચને પ્રસિદ્ધ થયાં છે ને બીજા ભાગમાં પણ ૨૭ પ્રવચન પ્રગટ કરાયાં છે. આવા અલ્પસંખ્યક પ્રવચનેમાં થયેલ સંગ્રહ સૌને મનન-ચિંતન પૂર્વક વાંચવા જેવું છે. એનાં વાંચનથી આત્માનાં અસ્તિત્વની વિચારણાથી માંડી આત્માનું સ્વરૂપ અને તેની અખંડિતતા, તેની સંખ્યા, તેની મહતા, તેની સર્વજ્ઞતા, તેની શક્તિ ને તેનામાં રહેલું સુખ, તેની સૂક્ષ્મ-તાવિક હોવા છતાં સાત્વિક વિચારણું ગંભીર છતાં હળવી ભાષામાં અહીં પ્રથમ ખંડમાં પ્રસિદ્ધ થયેલી છે. પાને પાને દલીલે, દૃષ્ટાંતો અને ઝીણવટભર્યું ઊડાણ આપણને અહીં મળી રહે છે. પુસ્તક વાંચતાં જાણે આપણે પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવશ્રીનાં સ્વમુખે જ વ્યાખ્યાન સાંભળતા હોઇએ તે શેલીએ પુસ્તકના વિષયોને સંકલિત કરીને સંપાદિત કરાયા છે. આ માટે સંગ્રાહક શતાવધાની પંન્યાસજી (હાલ આચાર્યશ્રી) મહારાજશ્રીને પરિશ્રમ પ્રશંસા માંગી લે છે. તદુપરાંત સંપાદકનો પરિશ્રમ પણ અવશ્ય ઉપકારક છે. આત્મતત્તવની વિચારણું આજે સર્વત્ર ભૂલાઈ ગઈ છે. તેના જ કારણે આજે જગતમાં અનેક પ્રકારના વૈર, વિખવાદ, કલહ, કલેશે, અનીતિ, અત્યાચાર તથા હિંસા, ફરતા અને અશાંતિનાં નિમિતો વધતાં જ ચાલ્યાં છે. આ જ કારણે પ્રથમ ખંડમાં રજૂ થયેલી આત્મતત્વની વિચારણાની સાથોસાથ પુનર્જન્મ અને જૈન દર્શનનાં છ દ્રવ્ય, જીવાદિ નવતર નું સ્વરૂપ ટુંકમાં પણ સારગ્રાહી પદ્ધતિએ જે સંકલન થયેલ છે, તે એક વખત અવશ્ય વાંચવું જરૂરી છે, ને એમાંથી સૌ કોઈને સુંદર બધ ને સદ્દવિચારનું મંગલ પાથેય પ્રાપ્ત થશે. જીવને પયોગી ઘણી ઘણી વાતો આ પુસ્તકોનાં વાચનમાંથી અવશ્ય મળી રહે તેમ છે. બાલ કે યુવાન, પૌઢ કે વૃદ્ધ દરેકને, વિદ્વાન કે અજ્ઞાન પ્રત્યેકને આમાંથી સમજવા જેવું, જાણવા જેવું ને ગ્રહણ કરવા જેવું ઘણું ઘણું છે.