________________
ST મંગલ પાથેય તે
લેખક: વિદ્રવ શાંતમૂર્તિ ૫. પંન્યાસજી શ્રી કનકવિજયજી ગણિવર [ હાલ પૂ. આ. શ્રી કનકચંદ્રસૂરિજી મ] પ્રખર પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજશ્રીનાં આત્મા પરનાં પ્રવચનનાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં પ્રકાશનો “આત્મતત્વવિચાર ભાગ-૧ તથા ૨ આત્માર્થી છોને જરૂર વાંચવા જેવા છે. ક્રાઉન ૧૬ પેજી ૪૩૬ પેજને પ્રથમ વિભાગ તથા ક્રાઉન ૧૬ પેજ ૪૯૬ પેજને બીજો વિભાગ એવા દળદાર ગ્રંથને હાથમાં લેતાં જ બાહ્ય દષ્ટિએ અવશ્ય ગમી જાય તેમ છે. ને અંદર–અત્યંતર વિષય તરફ દષ્ટિપાત કરતાં બને ભાગોમાં આલેખાયેલ વિષય ખૂબ જ મોલિક, તાત્વિક તથા રસપ્રચુર છે. આત્માને અંગે તો આમ ઘણું ઘણું લખાયું છે. બોલાયું છે. ભારતના આસ્તિક દર્શનકારોએ આત્માને જ મધ્યગત રાખીને, કેન્દ્રસ્થ રાખીને, અનેક તાત્વિક ચર્ચાઓ કરી છે. ખરી રીતે આત્મતત્વ સિવાય કોઈ પણ તત્વની વિચારણ સુસંવાદી તથા સંગીન બની શકતી નથી. માટે જ વેદ-પુરાણો-ઉપનિષદોને એ જ સૂર છે કે આત્માને જે, સાંભળો, માન ને સમજ. “ g ગાળ રે હવું પ્રાણ” જે એકને જાણે છે–આત્માને જાણે છે, આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે, તે જ સર્વને જાણે છે, આ જૈન દર્શનને આદર્શ છે. આ આત્મતત્વની યથાર્થ વિચારણું ઝીણવટભરી હોવા છતાં હળવી શૈલીમાં, સરળભાષામાં, સર્વ કોઈને ગ્રાહ્ય થઈ શકે તેવી રીતે આ ગ્રંથમાં