________________
૧
વિષયનું પ્રતિપાદન દુર્બોધ થાય તેવી શેલી નથી, પણ સરલ શિલી છે. રષ્ટાંત પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ અનેક છે. દ્રવ્યાનુયોગથી માંડીને ચારે અનુગનું નિરૂપણું આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
બીજા ખંડમાં જૈન દર્શનના કર્મવાદનું વાસ્તવિક સ્વરૂપ સંકળાયું છે. જેમાં પ્રથમ ખંડમાં આત્મા જેવા ગહન પદાર્થને સરલ કરીને પ્રવચનકાર જાણે આપણી સામે તેઓ વાત કરતા હોય તેમ સમજાવ્યું છે, તેવી જ રીતે આત્માનાં સ્વરૂપને સમજવામાં જેને મહવને હિસ્સો છે તે કર્મવાદનું તત્ત્વજ્ઞાન આ બીજા ખંડમાં ખૂબ વિશદ શૈલીમાં નિરૂપિત કરવામાં આવેલ છે. કર્મનું સ્વરૂપ, કમને શક્તિ, કમબંધનાં કારણો અને કર્મના પ્રકારો ઈત્યાદિ તારિવાક હકીકત અહીં ઘણી રસમય ભાષામાં હળવી શૈલીએ રજૂ થઈ છે. જૈન દર્શનનું કમ વિષેનું તત્ત્વજ્ઞાન આ રીતે પ્રવચનમાં મૂકવું એ પણ પૂ૦ વ્યાખ્યાનકાર આચાર્ય મહારાજશ્રીની વકતૃત્વશક્તિની વિશિષ્ટતા તથા તેઓશ્રીની નિરૂપણપદ્ધતિનું અપૂર્વ કૌશલ્ય દર્શાવે છે. ત્રીજા ખંડમાં ધર્મતત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે આત્મા, કર્મ તથા ધર્મતત્વની વિચારણાના આ સર્વજનેપયોગી ગ્રંથો સર્વ રીતે લેકેપકારક જૈન-જૈનેતર પ્રજા સમક્ષ જૈનદર્શનને વિશદ શૈલીએ સમજવા માટે અનુપમ અદ્વિતીય ગ્રંથરત્ન છે. તેઓશ્રીની વિદ્વતા અગાધ હોવા છતાં અહિં તેઓ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ચરણ-કરણનુગ તથા ધર્મકથાનુગ એમ જૈન શાસનના ચારેય અનુયોગોને જે રીતે સરલ, રવચ્છ, બાલ તથા લેકગ્ય શૈલીએ રજૂ કરે છે, તે તેઓશ્રીનાં હદયમાં રહેલી સર્વ જન હિતાવહતી મંગલ ભાવનાનું મૂર્તિમંત પ્રતીક છે. સમગ્ર રીતે જોતાં અહિં એ ભાગમાં જે જે વિષનું નિરૂપણ થયું છે, તે તાત્વિક હેવા છતાં કેવું હળવું અને કેવું સરસ, સરલ અને મનનીય રીતે થયું છે, તે ખૂબીની વાત છે. આ બન્ને ભાગે આ દષ્ટિએ સાહિત્ય જગતમાં રત્નસમાં છે. જૈનશાસનને તેમ જ જગતને જાણવા માટે