________________
૧૭૪
આત્મતત્વવિચાર
વેનેટિકી બુદ્ધિ, એક રાજા સૈન્ય લઈને વિજયયાત્રા કરવા નીકળ્યો. તે દડમજલ કરતે એક જંગલમાં આવી પહોંચે. ત્યાં બધાં તૃષાતુર થઈને પાણીની શોધ કરવા લાગ્યા, પણ પાણી મળ્યું નહિ. આખરે એક વૃદ્ધ સૈનિકે કહ્યું કે “ગધેડાઓને છૂટા મૂકો. તે ભૂમિ સુંઘતાં જે સ્થળે પહોંચશે. ત્યાંથી પાણી મળી આવશે” સૈન્યમાં ભાર ઉંચકવા માટે કેટલાંક ગધેડાં પણ રાખવામાં આવ્યાં હતાં, તેને રાજાએ છૂટાં મૂકી દેવાનો હુકમ કર્યો. આ ગધેડાં ભૂમિ સુંઘતાં સૂંઘતાં એવા સ્થળે પહોંચ્યાં કે જ્યાં પાણીથી ભરેલું એક તળાવ હતું. એ તળાવનું પાણી પીને રાજાએ તથા સિન્ય પિતાના પ્રાણ બચાવ્યા. અહીં વૃદ્ધ સિનિકની બુદ્ધિને નિયિકી જાણવી, કારણ કે તેણે આ બુદ્ધિ વડીલેને વિનય કરીને મેળવી હતી.
કામિકી બુદ્ધિ ઘાણી ચલાવવી અને લોકોને તેલ આપવું, એ ઘાંચીને છે. ઘાંચણ રોજ થડે બેસતી અને તેને જોઈતું તેલ આપતી. એમ કરતાં તેને જોઈતું તેલ આપવાનો ખૂબ મહાવરા પડી ગયે.
એકવાર કંઈ કામે તે મેડી ઉપર ગઈ અને નીચે ઘરાકો આવી પહોચ્યા. તેઓ કહેવા લાગ્યા કે “આ ઘરાકીટાણે ઘાંચણ કયાં ગઈ? અમારે કયાં સુધી રોકાવું?” ઘાંચ ઉપર રહ્યાં આ શબ્દો સાંભળ્યા, એટલે તે બોલી કે “જેને તેલ લેવું હોય તે આ બારી નીચે આવે. જેને જેટલું જોઈશે તેટલું આપીશ.” એટલે તેલ લેનારા બારી નીચે ગોઠવાઈ ગયા.