________________
આત્માને પ્રજાને
૧૭૫
પહેલાએ કહ્યું: “એક શેર ” એટલે ઘાંચણે ઉપરથી તેલની ધાર કરી. તેનાથી વાસણમાં બરાબર એક શેર તેલ પડયું. ન ઓછું કે વધારે. વળી તેણે ધાર એવી કરી કે તેનું એક ટીપું પણ બહાર પડયું નહિ. આ રીતે જે ઘરકે જેટલું તેલ માંગ્યું. તેટલું તેણે બરાબર આપ્યું. આ તેની કાર્મિકી બુદ્ધિ જાણવી.
પરિણામિકી બુદ્ધિ રાજાને ત્યાં નાના-મોટા અનેક સેવક હોય છે. તેમાંથી એક વાર તરુણ સેવકોએ રાજાને કહ્યું કે “મહારાજ ! સફેદ વાળવાળા અને જીણું શરીરવાળા વૃદ્ધોને નોકરીમાં ન રાખતાં જે તરુણ હેય તેને જ નોકરીમાં છે, જેથી આપને મહેલ શોભશે ”
રાજા કરેલ હતું, અર્થાત્ પરિણામિકી બુદ્ધિવાળે હતે. તેણે કહ્યું: “હું તમારી વાત ધ્યાનમાં રાખીશ.” - આ વાતને થોડા દિવસ વીતી ગયા પછી રાજાએ તરુણ સેવકોને ભેગા કરીને પૂછયું કે “મને લાત મારનારને શું શિક્ષા કરવી જોઈએ ?” તરુણ સેવકોએ તરત જવાબ આપ્યો કે “એને શૂળીની શિક્ષા કરવી જોઈએ. પછી રાજાએ વૃદ્ધ સેવકોને ભેગા કરીને એ જ સવાલ પૂછો, ત્યારે તેમણે કહ્યું કે “અમને થોડો સમય આપ વિચારીને ઉત્તર આપીશું.”
બધા વૃદ્ધ સેવકો ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે “રાજાને લાત કેણું મારી શકે ? કાં તે રાણુ કે કાં તે