________________
આત્માનો ખજાનો
૧૭૩
AAAAAAAAAAAAAA
ખેડૂતે તે માનેલું કે આ લાડુ આપવાનો વખત જ આવવાનો નથી, એટલે તે સંબંધી તેણે કંઈ વિચાર કરેલે નહિ, પણ હવે તે ગભરાયે અને પેલાને શરતમાંથી મુક્ત કરવા માટે પચીસ રૂપિયા આપવા લાગ્યા. પરંતુ પિલાએ તેને સ્વીકાર કર્યો નહિ. ખેડૂતે તેને પચીસને બદલે પચાસ રૂપિયા આપવાની વાત કરી, સો રૂપિયા આપવાની વાત કરી, પણ પેલો માન્યો નહિ. છેવટે ખેડૂતે વિચાર કર્યો કે “આ ધૂર્ત મને છેડવાનો નથી. માટે કઈ બુદ્ધિશાળીને શેધી કાઢું અને આનો ઉપાય પૂછું” પછી તે એક બુદ્ધિશાળી માણસ પાસે ગયે કે જે તેની ઔપત્તિકી બુદ્ધિ માટે પંકાતે હતે. તે બુદ્ધિમાને ખેડૂતની બધી વાત સાંભળીને કહ્યું કે આમાં ગભરાય છે શું? આ તે બહુ સહેલી વાત છે. તું એ માણસને એ લાડું આપી શકીશ કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે નહિ.” પછી તેણે શું કરવું તે જણાવ્યું.
હવે તે ગામડીઓ કંઈની દુકાનેથી મૂઠીમાં સમાય તે એક લાડું લઈને પેલા ધૂર્ત તથા નગરલકો સાથે શહેરના દરવાજે ગયે અને તે લાડુને દરવાજા વચ્ચે મૂકીને કહેવા લાગ્યા કે “હે લાડુ! તું આ નગરના દરવાજામાંથી બહાર નીકળ.” પણ લાડુ નગરના દરવાજામાંથી બહાર નીકળી શક્યો નહિ, એટલે તેણે એ લાડુ ધૂને આપતાં જણાવ્યું કે “આ લાડુ એ છે કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળી શકે એવો નથી.”
પેલે શું બેલે? શેરને માથે સવાશેર બરાબર મળી ગયો હતે.