________________
આત્માને પ્રજાને
૧૬૯ અને રાજાની દાનત બગડી, માટે ધિકાર હે આ રૂપને ! હવે મારે આ નટવિદ્યાથી પણ સયું! હું સાધુતાના માર્ગે સંચરીશ અને મારું કલ્યાણ કરીશ” જ્ઞાનનો ઉદય અજ્ઞાનને નાશ કરે છે, મોહને પરાજય કરે છે, એટલે નટડીના હદયમાં પણ ભારે પરિવર્તન થયું અને શુભ ભાવના ભાવતાં તે પણ કેવલજ્ઞાન પામી. પછી તે ચારે કેવળીઓએ જગતને ધર્મનો બંધ આપી મહા ઉપકાર કર્યો .
તાત્પર્ય કે જે કમને અજ્ઞાની કોડે વર્ષમાં ખપાવી શકતો નથી, તે જ્ઞાની માત્ર શ્વાસે છુવાસમાં ખપાવી દે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિનો અધિકારી બને છે.
જ્ઞાનની આરાધના દરેક વર્ષે જ્ઞાનપંચમી આવે છે અને જ્ઞાનની આરાધના ઉત્કટ ભાવે કરવાનો સાદ દઈ જાય છે, પણ એ સાદને કોણ-કેટલે સાંભળે છે? જો એ સાદ સાંભળતા હોઈએ તો આપણું સ્થિતિ આવી ન હોય. ધર્મશાસ્ત્રનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી, કર્તવ્યનું જ્ઞાન નથી, ભક્યાભર્યા અને પિયા પેયનો વિચાર પણ બહુ થોડાને આવે છે, જે સાચું જ્ઞાન વધે તે આ પરિસ્થિતિ દૂર થાય અને ઉદ્ધારને માર્ગ મોકળો બની જાય.
જ્ઞાન પાંચ પ્રકારનું છે, એ વાત ગઈ કાલે કહેવાઈ ગઈ છે. આજે તેના ભેદે પર પ્રકાશ પાડીશું, જેથી જ્ઞાનનું વરૂપ તમારી સમજમાં બરાબર આવી જશે.