________________
૧૭૦
આત્મતત્વવિચાર
મતિજ્ઞાનના ભેદો. મતિજ્ઞાન ચાર પગથિયે થાય છે, એટલે તેના મુખ્ય ભેદ ચાર છે. (૧) અવગ્રહ, (૨) ઈહા. (૩) અપાય અને (૪) ધારણા
અર્થને એટલે જાણવા ગ્ય પદાર્થને ગ્રહણ કરે તે અવગ્રહ તેમાં પ્રથમ વ્યંજન (પદ્ગલિક સામગ્રી) ગ્રહણ કરાય છે અને પછી કંઈક એ અવ્યક્ત બંધ થાય છે. એટલે અવગ્રહના પણ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એવા બે પ્રકાર છે. ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહ થત નથી, કારણ કે તે અપ્રાપ્યકારી છે. અપ્રાપ્યકારી એટલે વસ્તુને પ્રાપ્ત કર્યા વિના જ તેને બંધ કરનાર, ચક્ષુ દૂર રહેલા વૃક્ષ, પર્વત તથા ચંદ્રસૂર્યાદિને જોઈ શકે છે અને મન અહી બેઠું દૂરસુદૂરના વિચાર કરી શકે છે.
આ શું હશે ?” એ તે વિચાર ઈહા, “આ અમુક વસ્તુ છે” એવો નિર્ણય તે અપાય, અને તેનું અવધારણ કરવું એટલે યાદ રાખવું તે ધારણું.
તમને એમ થશે કે આપણે તે ઘડાને જોતાં જ આ ઘોડે છે, એમ જાણી જઈએ છીએ. તેમાં આ ચાર પગથિયાં શી રીતે મંડાતાં હશે? પણ એ અવશ્ય મંડાય છે. ચિરપરિચિત વસ્તુમાં આપણે ઉપગ ઘણે ઝડપી લેવાથી બધાં પગથિયાંને ખ્યાલ આવતું નથી, પણ કોઈ અજાણી વસ્તુ જોઈએ, ત્યારે એ ખ્યાલ બરાબર આવે છે. માને કે સાંજ વેળાએ તમે એક ખેતરમાં થઈને પસાર થઈ રહ્યા છે ત્યાં દર કંઈક દેખાય છે, એટલે તમે બરાબર નજર માંડો છો