________________
૧૫૪
આત્મતત્વવિચાર
શેરો શું છે એ પણ જીવ કહેવાય. એમ વિચારી મંત્રીએ તેને ખડિયામાં ના અને મુસાફરી ચાલુ કરી.
સાંજ વેળાએ તે એક ઝાડ આગળ આવ્યા, ત્યારે ખૂબ થાકી ગયા હતા, એટલે ઊંઘવાને વિચાર કરી, ઝાડના એક થડ પાસે લેટયે, ત્યાં પેલો શેરે યાદ આવ્યું. જે તેને બહાર છૂટે મૂકી દે તે ફરી પત્તો લાગ મુશ્કેલ, એટલે ખડિયામાંથી દેરી કાઢી તેને શેરાના એક પગે બાંધી અને તેને બીજે છેડે પિતાના પગે બાંધ્યો. આથી શેર છૂટથી હરીફરી શકે અને ભાગી પણ ન શકે. પછી તે સૂતાંની સાથે જ ઘસઘસાટ ઉંઘી ગયે. - સવારે ઉઠીને જોયું તે ભયંકર દશ્ય નજરે પડ્યું. થોડે દૂર એક કાળે નાગ લોહીલુહાણ હાલતમાં નિપ્રાણ થઈને પડયો છે અને તેની પૂંછડી શેરાના મુખમાં છે. આથી મંત્રી સમજી ગયા કે રાત્રે મારો કાળ આવી પહોંચ્યા હતા. પણ આ શેરાએ તેની સાથે લડાઈ કરીને મને બચાવી લીધો છે. આ વખતે તેણે પેલા દુકાનદારે આપેલી સુંદર અક્કલ માટે તેને આભાર માન્યો અને હવે પછી તે પ્રમાણે જ વર્તવું એ નિર્ણય કર્યો.
સાંજે એક ગામમાં પહોંચે ત્યાં ઉતારે ચોરામાં કર્યો અને તેના જેવા બીજા કેટલાક મુસાફરો સાથે સૂઈ રહ્યો. સવારે ઉઠીને જોયું તો એક સિવાય બીજા બધા મુસાફરો ઉઠીને ચાલ્યા ગયા હતા. તપાસ કરતાં તે જાણી શકો કે પેલે ન ઉઠનાર મુસાફર રાત્રિ દરમ્યાન મૃત્યુ પામેલ છે.