________________
આત્માનો ખજાને
૧૫૫ થોડી વાર પછી ગામલેક ચોરે એકઠા થયા. ત્યારે પ્રશ્ન એ થયો કે આને અવલકંજલ કેણ પહોંચાડે? મુસાફર તદ્દન અજાણ્યો હતો, તેનું સગુંવહાલું અહીં કોઈ ન હતું. એટલે બધા લેકેએ મંત્રીને કહ્યું કે તમે આને અવલકંજલ પહોંચાડી દે. આ વખતે મંત્રીને બીજી અક્કલ યાદ આવી કે “પાંચ માણસ કહે તે કરવું.” એટલે મંત્રી મડદું ખભે ઉંચકીને તેને સ્મશાનમાં લઈ ગયે. તેને અગ્નિદાહ દેતાં પહેલાં તેનું શરીર તપાસ્યું તે કમરે એક વાંસળી બાંધેલી હતી અને તે સોનામહોરોથી ભરેલી હતી. મંત્રીએ તે કાઢી લીધી અને મડદાને અગ્નિદાહ દીધે. આમ બીજી અક્કલ ફળેલી જતાં મંત્રીના આનંદનો પાર રહ્યો નહિ.
હવે અગ્નિદાહ દીધા પછી સ્નાન કરવા માટે તે નદી પર ગયે, ત્યાં ઘાટ પર ઘણા લોકો નહાતા હતા. આ વખતે ત્રીજી અક્કલ યાદ આવી કે “જે જગ્યાએ બધા સ્નાન કરતા હોય ત્યાં આપણે નાન ન કરવું.” એટલે ઘાટથી થોડે દૂર સારી એવી જગા શોધી કાઢી ઝટપટ નાનાદિ ક્રિયા પતાવી લઈ સુધા સંતોષવા ગામ તરફ ચાલ્યો. થોડે દૂર જતાં પેલી વાંસળી યાદ આવી. તે તેણે સ્નાન કરતી વખતે નદીકિનારે મૂકી હતી, પણ ઉતાવળમાં લેવાની ભૂલી ગયા હતા. “હવે વાંસળીનું શું થયું હશે?” એ વિચારે તેના પેટમાં ફાળ પડી, એટલે તે દેડીને નદીકિનારે પહે, ત્યાં વાંસળી એની એ હાલતમાં પડી હતી. તે જોતાં તેના જીવમાં જીવ આવ્યા અને આ ત્રીજી અકકલ પણ ફલદાયક બની, તે માટે પેલા દુકાનદારને આભાર માનવા લાગ્યા.