________________
૧૫ર
આત્મતત્ત્વવિચાર
દુકાનદારે એ પચીસ રૂપિયા ગલામાં મૂકીને કહ્યું કે પાંચ માણસ કહે તે વાત માનવી.” પરંતુ મંત્રીને આ અક્કલમાં પણ ખાસ નવું લાગ્યું નહિ. એટલે બીજા પચીસ રૂપિયા આપીને કહ્યું કે “આ વખતે કોઈ સુંદર અક્કલ આપો.” પેલાએ રૂપિયા ઠેકાણે મૂકીને કહ્યું કે “જે જગાએ બધા નાન કરતા હોય ત્યાં આપણે નાન ન કરવું.”
“આમાં તે દુકાનદારે કઈ અક્કલ આપી નાખી?' એ વિચારે મંત્રીને ભારે વસવસો થયે, પરંતુ એક વાર વધુ અજમાયશ કરવા દે. એમ વિચારી તેણે ચોથા પચીસ રૂપિયા આપ્યા અને ચોથી અક્કલ માગી. પેલાએ રૂપિયા લઈને કહ્યું કે કોઈ ગુપ્ત વાત સ્ત્રીને ન કહેવી.”
મંત્રી વિચાર કરે છે કે “આ તો ભારે થઈ. જે આટલા રૂપિયા ખાવાપીવા માટે સાથે રાખ્યા હોત તો ઘણું સારું થાત. પણ રડયા પછીનું ડહાપણ શા કામનું?”
દુકાનદાર તેના મોઢા પરથી સમજી ગયો કે મેં આને આપેલી ચાર સલાહથી સંતેષ નથી થયું, એટલે તેણે કહ્યું: કેમ ભાઈ! તને મારી આ સલાહમાં વિશ્વાસ નથી બેસતે? આ વાત જ્યાં સુધી વિચારરૂપે છે, ત્યાં સુધી તને એમ જ લાગ્યા કરશે કે આમાં શું? પણ જ્યારે તું એને અનુભવ કરીશ ત્યારે એની મહત્તા સમજાશે. તેમ છતાં જે તું બીજા પચીસ રૂપિયા ખર્ચવા તૈયાર છે તે તને એક એવી ચમત્કારિક વસ્તુ આપું કે જેનું ફળ તને નજર સામે જ મળે.”
હવે પચીસ રૂપિયા ખર્ચવા એટલે ગજવાની બધી મૂડી