________________
આત્માને ખજાનો
૧૫૧
પ્રકારની દુકાને જોઈ હતી, પણ તેમાં અક્કલની દુકાન ન હતી. અક્કલની દુકાન જેવાને પ્રસંગ આ પહેલવહેલો જ હતું, એટલે તે આશ્ચર્ય અને કુતૂહલથી દુકાન ઉપર ચડ. | દુકાનમાં એક માણસ બેઠે બેઠે વાંચતે હતા. તેની આસપાસના કબાટમાં પુસ્તકો સિવાય બીજું કંઈ નજરે પડતું ન હતું. દુકાનદારે પૂછ્યું: “કેમ ભાઈ! શું જોઈએ છે?” મંત્રીએ કહ્યુંઃ “શું તમે અકકલ વેચો છે? એ વેચાતી મળી શકે ખરી?” દુકાનદારે કહ્યું: “અલબત્ત, અક્કલ અમારે ત્યાંથી વેચાતી મળી શકે છે. બોલે તમારે કેટલાવાળી અક્કલ જોઈએ છે? ઓછામાં ઓછી પચીશ રૂપિયાવાળી છે. વધારે તે માગે તેટલી.
આ જવાબ સાંભળી મંત્રીએ વિચાર કર્યો કે મારી પાસે સવાસો રૂપિયા છે. તેમાંથી પચીસ રૂપિયાવાળી એક અક્કલ લેવા દે.” પછી દુકાનદારને કહ્યું કે “મને પચીસ રૂપિયાવાળી અક્કલ આપો.' | દુકાનદારે કહ્યું: “રૂપિયા પહેલા આપ, માલ પછી મળશે.” એટલે મંત્રીએ પચીસ રૂપિયા રોકડા ગણી આપ્યા. દુકાનદારે તે પિસા ગલ્લામાં મૂક્યા, પછી મંત્રીને કહ્યું કે “મુસાફરીમાં જવું તે એકલા ન જવું. આ સાંભળી મંત્રીને લાગ્યું કે પિતાના પૈસા પાણીમાં ગયા. આણે આમાં નવું શું કહ્યું? પણ હાર્યો જુગારી બમણું રમે, એ ન્યાયે તેણે બીજા પચીસ રૂપિયા આપીને કહ્યું કે બીજી અકકલ આપો.” તેના મનમાં એમ કે પહેલાંની કસર બીજામાં વળી રહેશે.