________________
૧૫૦
આત્મતત્વવિચાર
બીજાની અક્કલ લીધી, તો ફરી મંત્રીપદે આવ્યું અને સુખી થયો. અલ લેવા અંગે પદભ્રષ્ટ મંત્રીની સ્થા.
એક રાજાને મંત્રી સ્વભાવને સરળ હતો અને નાયબ મંત્રી મહા ખટપટી હતે. ચંદ્રને માટે રાહુ જે આ નાયબ મંત્રી મુખ્ય મંત્રીની વિરુદ્ધ રોજ રાજાના કાન ભંભેર્યા કરતે. દોરડું રોજ પત્થર સાથે ઘસાય છે, તે પત્થરમાં પણ ખાડો પડી જાય છે, તે જીવંત એવા માણસનું કહેવું શું? રોજની ભંભેરણીથી રાજા ભરમાયો અને તેણે મંત્રીને પદભ્રષ્ટ કર્યો તેનું સ્થાન પેલા નાયબ મંત્રીને આપ્યું, પરંતુ નાયબ મંત્રીને એટલાથી સંતોષ ન થયે પદભ્રષ્ટ મંત્રી પાસે પૈસા હોય, પ્રતિષ્ઠા હોય તે ફરી પોતાનું સ્થાન ખૂંચવી લે, એટલે અનેક જાતના કાવાદાવા કરી, તેની પાસેના તમામ પૈસા ખલાસ કરાવી નાખ્યા. પૈસા જાય એટલે પ્રતિષ્ઠા જાય, એ દેખીતું છે.
હવે પદભ્રષ્ટ મંત્રીએ વિચાર કર્યોઃ “આ ગામમાં વધારે વખત રહેવું સારું નથી. મંત્રીપદ ગુમાવ્યું, પૈસા ગુમાવ્યા, તેમ કદાચ જાન પણ ગુમાવીશ, માટે બીજે ગામ ચાલ્યા જવું અને ત્યાં નશીબ અજમાવવું. આ વખતે તેની પાસે માત્ર સવાસો રૂપિયા બચ્યા હતા. તે લઈને પરગામ ચાલી નીકળ્યો. - થોડા દિવસ બાદ તે એક શહેરમાં દાખલ થયો. ત્યાં ફરતાં ફરતાં એક દુકાન જોઈ. તેના ઉપર “અક્કલની દુકાન” એવું પાટિયું મારેલું હતું. મંત્રીએ આજ સુધીમાં અનેક