________________
આત્માને પ્રજાને
૧૪૯
આઠ પ્રકારનો જ્ઞાનપગ અને ચાર પ્રકારના દર્શને. પગ મળી ઉપયોગ કુલ બાર પ્રકારને થાય છે.
આત્મા જ્યારે જનાવરની યોનિમાં જાય છે, ત્યારે તેનું જ્ઞાન મનુષ્ય કરતાં ઓછું થઈ જાય છે. ચઉરિદિયમાં તેથી ઓછું, તેદિયમાં તેથી ઓછું, બેઈદિયમાં તેથી ઓછું અને એબિંદિયમાં તેથી ઓછું થાય છે. જેમ સેનું ઘડતાં ઘડતાં ઓછું થવા છતાં એ સેનું જ રહે છે, તેમ જ્ઞાન ઓછું થવા છતાં આત્મા એ આત્મા જ રહે છે.
મનુષ્યનિમાં જ્ઞાનને ઘણો વિકાસ થઈ શકે છે, ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય છે, તેથી જ તેને શ્રેષ્ઠ ભવ ગણવામાં આવ્યા છે. મનુષ્યનો ભાવ મળવા છતાં જેઓ જ્ઞાનને વિકાસ કરતા નથી, તેને માટે શાસ્ત્રકારોએ કેવા શબ્દ વાપર્યા છે, તે જાણે છે ? જ્ઞાન વિના પશુ સારીખા, જાણે ઈણ સંસાર; જ્ઞાન આરાધનથી લછું, શિવપદમુખ શ્રીકાર.
આ સંસારમાં જેઓ જ્ઞાન વગરના છે, અર્થાત્ પિતાનાં સ્વાભાવિક જ્ઞાનગુણનો વિકાસ કરતા નથી, તે પશુ જેવા છે. જેમણે જ્ઞાનની આરાધના-ઉપાસના કરી છે, તેમણે શ્રીકાર એવું મોક્ષસુખ મેળવ્યું છે.”
જ્ઞાન–મતિ અક્કલ વિના સામાન્ય વ્યવહાર પણ ચાલતે નથી. તેથી જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે પોતાની અક્કલ ન પહોંચતી હોય તે બીજાની અક્કલ લેવી.” પદભ્રષ્ટ મંત્રીએ