________________
-૧૪૦
આત્મતત્વવિચાર
આત્માને ખજાને માટે છે અને તે આજ તમારી સમક્ષ ખોલી નાખવાને છે. વળી તેની ચાવી પણ તમને જ સોંપવાની છે, માટે પૂરી સાવધાની રાખશે.
આ ખજાને ખેલતાં પહેલાં તેની બે વિશેષતાઓ જણાવી દઈએ. શ્રીમંત કે રાજાના ખજાનાઓ ચાર-ડાકુઓ વડે લૂંટાય છે, અગ્નિ વડે બળી જાય છે અને જલપ્રલયાદિ કુદરતી આફક્તને કારણે નાશ પામે છે, પરંતુ આત્માને ખજાને નથી તે ચોર-ડાકુઓ વડે લૂંટી શકાતે કે નથી તે અગ્નિ વડે ગાળી શકાતે કે નથી તે જલપ્રલયાદિ કુદરતી આફતોને કારણે નાશ પામતે. બીજું, શ્રીમંત કે રાજા બહાર જાય કે પ્રવાસમાં સીધાવે ત્યારે પિતાને કિંમતી ખજાને સાથે લઈ જઈ શકતા નથી. કદાચ લઈ જાય તે બહુ મોટું જોખમ ખેડવું પડે છે, પરંતુ આત્માને ખજાને એવે છે કે તે જ્યાં જાય ત્યાં સાથે લઈ જઈ શકાય છે અને તેમાં કંઈ જોખમ ખેડવું પડતું નથી.
ખજાને મેળવવા ખાતર લોકો કેવાં જોખમ ખેડે છે? તેઓ અંધારી રાતે જંગલનો પ્રવાસ કરે છે, પહાડોની બિહામણી ગુફાઓમાં દાખલ થાય છે અને ઊંડા અંધારાં ભોંયરાઓમાં પણ ઉતરે છે. વળી ચારે બાજુ સાગરની છોળો ઉછળતી હોય અને જ્યાં ખાવાપીવાની કોઈ વસ્તુ ભાગે મળતી હોય એવા બેટોમાં પણ જાય છે અને કઈ તેમના માર્ગમાં અંતરાય નાંખે તે તેમની સાથે જીવ સસટના યુદ્ધ પણ ખેલે છે. પરંતુ આત્માને પ્રજાને મેળવવા માટે તમારે જંગલ, પહાડ, ભોંયરા કે દરિયાઈ