________________
આમાનો ખજાને
૧૪૧
બેટમાં જવાની જરૂર નથી. એ તમારી નજીક છે, ઘણે નજીક છે અને તેમાંની વસ્તુઓ તમે સહેલાઈથી પ્રાપ્ત કરી શકે તેમ છે. આ કંઈ જેવી તેવી તક ન ગણાય! પરંતુ એ ખજાનાને તમને ખરો ખ્યાલ નથી, એટલે મળેલી તક એળે જાય છે અને તમે જીવનભર દરિદ્ધી રહી જાઓ છો. - ધનની દરિદ્રતા કરતાં ગુણની દરિદ્રતા વધારે ખતરનાક છે. એકથી અન્ન, વસ્ત્ર તથા રહેઠાણ વગેરેની તંગી અનુભવવી પડે છે, જ્યારે બીજાથી પ્રગતિ, વિકાસ, કે અસ્પૃદયના સર્વ માર્ગો રૂંધાઈ જાય છે અને માનવતા ચાલી જાય છે. આથી ગુણની દરિદ્રતાને તે પડછા પણ લેશે નહિ.
આત્માના ખજાનામાં અનેક ગુણરત્ન ભરેલા છે, પણ તેમાં બે ગુણરત્ન બહુ મોટાં છે. તેમનો પ્રકાશ અનેરો છે, તેમનું પાણી અને ખું છે. તેમનાં નામ છેજ્ઞાન અને દર્શન.
ઉત્પત્તિના ક્રમથી જોઈએ તે દર્શન પહેલું છે અને જ્ઞાન પછી છે, મહવની દષ્ટિએ જોઈએ તે જ્ઞાન પહેલું છે અને દર્શન પછી છે. - જ્ઞાન પ્રાપ્તિનું નિમિત્ત મળતાં આપણને “કંઈક, એ જે અસ્કુટ કે સામાન્ય બોધ થાય છે. તે દર્શન અને તેના * जं सामन्नगहणं भावाणं नैय कटु आगारं ।
अविसेसिउण अत्थे दंशणमिइ बुच्चए समये ॥ ફુટ આકાર કર્યા વિના તથા અર્થની વિશેષતા વિના ભાવોનું જે ગ્રહણ કરવું તેને શાસ્ત્રોમાં દર્શન કહેલું છે. ” હાલનું માનસશાસ્ત્ર આ ક્રિયાને Perception કહે છે,