________________
૧૩૮
આત્મતત્તવિચાર
~~~~
~~
~
~~
~~~~
એકત્ર થયું. પછી સમાધિપૂર્વક કાળ કરી, પુણ્ય પ્રભાતે આ શેઠને ત્યાં જન્મ પામ્યા.
ગુરુમહારાજનાં મુખેથી આ વાત જાણ રાજાએ પેલા નિમિત્તિયાને નજરકેદમાંથી મુક્ત કર્યો અને સાચી ભવિષ્ય વાણી બદલ શિરપાવ પણ આપે. પછી રાજાએ પેલા શેઠ પાસે તેના પુત્રની માગણી કરી, કેમકે તેને વારસ ન હતે. આ રીતે શેઠને પુત્ર રાજાને વારસ બન્યું. તે રાજા બન્યા પછી એ રાજ્યમાં કઈ વાર દુકાળ પડયે નહિ કે ખોટું સંકટ આવ્યું નહિ. પુણ્યશાળી આત્માને પ્રભાવ આ હેય છે.
સમસ્ત લોકમાં છ દ્રવ્ય વ્યાપેલાં છે. તેમાં આત્મા જ ચેતનવાળો છે, બાકીનાં બધાં જડ છે, એટલે પ્રધાનતા આત્માની છે. જે આત્મા ન હોય તે બાકીના દ્રવ્યોની કિંમત શું ?
તમે આત્માનું આ મૂલ્ય બરાબર સમજે અને તેના હિતની પ્રવૃત્તિ કરે.
વિશેષ અવસરે કહેવાશે.