________________
~~~
~~~~
~~
~
~~
આત્માનું મૂલ્ય
૧૩૫
~ ~ પૈસાની કમાણી એ સાચી કમાણું નથી, કારણ કે તેમાંથી સાથે કંઈ પણ આવવાનું નથી. હીરા-મોતીના દાગીના કે નેટનાં બંડલમાંથી કંઈ પણ સાથે આવવાનું હોય તે કહી દેજે. જ્યાં દાંત ખેતરવાની સળી જેટલું યે સાથે લઈ શકવાના નથી, ત્યાં બીજી વસ્તુની વાત શી કરવી? સાથે આવવાનાં છે, માત્ર પુણ્ય અને પાપ, જે પુણ્યની કમાણી કરી હશે તે ગતિ પણ સારી મળશે, શરીર પણ સારું મળશે અને સંગે પણ સારા મળશે.
પુયશાળી આત્માને કે પ્રભાવ હોય છે, તે પર એક દષ્ટાંત સાંભળો–
પુણ્યશાળી આત્માને પ્રભાવ. એક ગામને રાજા સભા ભરીને બેઠે છે. ત્યાં એક નિમિત્તિ આવે છે. નિમિત્તિ એટલે અષ્ટાંગ નિમિત્તિને જાણકાર, ભવિષ્યવેત્તા. રાજા તેને પૂછે છે કે “ભવિષ્યમાં શું થવાનું છે?” નિમિનિ કહે છે કે “હે રાજનઆવતે વર્ષે મોટો દુકાળ પડે એવા ગ્રહયોગો છે, માટે અનાજને પૂરતે સંગ્રહ કરી લેજો, જેથી પ્રજા ભૂખે મરે નહિ
રાજા કહે છે કે “હું અનાજને સંગ્રહ તે કરું, પણ સુકાળ પડે અને ભાવમાં નુકશાન થાય તે ? નિમિત્તિયો કહે, “જે મારું વચન ખરું ન પડે તે મારી જીભ ખેંચી નાખજે. બીજું તો શું કહું? રાજાએ તેને નજરકેદ રાખે અને ગામપરગામથી અનાજ એકઠું કરવા માંડયું.
પરંતુ જેઠ મહિને બેઠે ન હતું, ત્યાં આકાશ વાદળેથી